ETV Bharat / city

કર અને દર યથાવત્ત રાખી સુરત મનપાનું બજેટ રજૂ કરાયું - Budget News

સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2021 અને 22 નું ડ્રાફ્ટ બજેટ આજે ગુરુવારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ બજેટ રૂપિયા 6100 કરોડનું હતું. જ્યારે આ વર્ષે રૂપિયા 6534 કરોડનું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ સૌથી મોટું કેપિટલ બજેટ છે. જેમાં કર અને દર યથાવત છે એટલે કોઈ પણ પ્રકારનો કર વધારો આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યો નથી.

કર અને દર યથાવત્ત રાખી સુરત મનપાનું બજેટ રજૂ કરાયું

author img

By

Published : Mar 11, 2021, 4:49 PM IST

Updated : Mar 11, 2021, 5:47 PM IST

  • સુરત મનપાનું બજેટ રજૂ કરાયું
  • નાણાકીય વર્ષ 2021 અને 22નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કર્યુ રજૂ
  • આ વર્ષે રૂપિયા 6534 કરોડનું બજેટ

સુરતઃ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2021 અને 22નું ડ્રાફ્ટ બજેટ આજે ગુરુવારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2021 અને 22ના ડ્રાફટ બજેટમાં મહાનગરપાલિકાના હદ વિસ્તરણથી સમાવાયેલા નવા વિસ્તારમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને બ્રિજની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્ષે 20 હજાર જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં ન આવતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. આ ડ્રાફટ બજેટમાં રેવન્યૂની આવકમાં રૂપિયા 3366 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સાથે જ સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારમાં 140 કરોડના ખર્ચે તમામ સુવિધાઓ આપવામાં આવશે.

આરોગ્ય પાછળ હવે રૂપિયા 393 કરોડનો ખર્ચ કરવામાં આવશે

આ બજેટમાં આરોગ્ય પાછળ ભાર મૂકવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આરોગ્ય પાછળ હવે રૂપિયા 393 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં સ્મીમેર હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. શહેરમાં 50 હજારની વસ્તીએ એક હેલ્થ સેન્ટર ઊભું કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં 88 હેલ્થ સેન્ટરની સુવિધા લોકોને મળી રહેશે. આ સુવિધા ખાસ કરીને સ્લમ વિસ્તારના લોકોને મળી રહેશે.

આ પણ વાંચોઃ બજેટ 2021-22 : કોઇ નવા વેરા નહીં, ઇલેક્ટ્રિક વાહનોમાં સબસીડી પણ પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં

150 ઈલેક્ટ્રીક બસો ખરીદવામાં આવશે

સુરતના તમામ ઝોનમાં એરફોર્સ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. જેથી ઇન્ડેક્સમાં પર્યાવરણ જાળવણી રહે તે અંગેની કાળજી લેવામાં આવશે. પર્યાવરણ જાળવણી માટે વધુ 150 ઈલેક્ટ્રીક બસોને ખરીદવામાં આવશે. જે બાદ સુરતમાં 300 ઈલેક્ટ્રીક બસો રોડ પર દોડશે. સુરતમાં વધુ ઇકોલોજીકલ પ્લાન્ટ બનાવવાની તૈયારી પાલિકાએ બતાવી છે. સુરતમાં પ્રથમ વાર મહામારી અને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ થકી આવા વિકટ સમયમાં શહેરના લોકો સહભાગિતા આપી શકે, આ માટે આ ટ્રસ્ટ કાર્યરત રહેશે. આ સાથે મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ પણ બનાવવામાં આવશે.

કર અને દર યથાવત્ત રાખી સુરત મનપાનું બજેટ રજૂ કરાયું

પાણી, મીટર પ્રોજેકટ વધુ ત્રણ વિસ્તારમાં કાર્યાન્વિત કરવામાં આવશે

લોકોને 24 કલાક શુદ્ધ પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાએ કટિબદ્ધતા બતાવી છે. હાલ સુરતના ત્રણ વિસ્તારમાં પાણી, મીટર પ્રોજેક્ટ કાર્યરત છે. જેને વધારીને વધુ ત્રણ વિસ્તારમાં કાર્યાન્વિત કરવામાં આવશે. નવા વિસ્તારોમાં પણ વોટર સપ્લાયને લઇ બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ છે.

રોબોટથી ગટરની સફાઇનું આયોજન

હવે સુરતના દરેક ઝોનમાં રોબોટથી ગટરની સફાઈનું આયોજન પાલિકાએ બજેટમાં કર્યું છે. માનવ રહિત ગટરની સફાઇ થાય આ માટે પાલિકાએ તૈયારી બતાવી છે સાથે જ ઘરની ફરિયાદોના નિકાલ માટે સેનીટેશનની ઈમરજન્સી રિસ્પોન્સ યુનિટ દરેક ઝોનમાં કાર્યરત કરાશે.

Last Updated : Mar 11, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.