- બંને ભાઈઓ સાથે દારૂ પીવા માટે બેઠા હતા
- કોઈ વાતે ઝઘડો થતા અન્ય ભાઈ ઉશ્કેરાયો
- ઘાયલ વ્યક્તિને સુરત સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
સુરત: જિલ્લાના બારડોલી (bardoli) તાલુકાના રાજુનગર (rajunagar)માં રહેતા શીવાભાઈ પાડવે પિતરાઈ ભાઈ વિકી પાડવે સાથે ગઈકાલે દારૂ પીને જમવા બેઠો હતો, ત્યાં જ બંને ભાઈઓ વચ્ચે કોઈક કારણોસર જમવા બાબતે ઝઘડો તથા વિકીએ પોતાના જ ભાઈ શિવા ઉપર ચાકુથી હુમલો (brother attacked his brother) કર્યો હતો.
108 મારફતે સુરત સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હુમલો કર્યા બાદ વિકી ભાગી ગયો હતો. ઘાયલ શિવાને પરિવાર દ્વારા પહેલા તો ખાનગી હૉસ્પિટલ (private hospital)માં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં હાલત ખુબ જ ગંભીર હોવાથી ત્યાંથી તરત 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ (surat civil hospital)ના OPTમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
શિવા નગરપાલિકામાં સફાઈ કામદાર
આ બાબતે શિવાની મોટી બહેન દિપાલી પાડવેએ જણાવ્યુ કે, "આ બંને અમારા એક જ પરિવારના છે. વિકી મારા કાકાનો છોકરો છે. અમે કુલ 3 જણા છીએ. 2 ભાઈ અને એક બહેન. શિવા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે, જ્યારે વિકી ભંગારનું કામકાજ કરે છે. ગઈકાલે સાંજે આ બંને જણા દારૂના નશામાં હતા અને જમવા માટે બેઠા હતા. ત્યારબાદ શું થયુ એ મને પણ ખ્યાલ નથી. હું જમવાનું આપી બહાર જતી રહી હતી. અચાનક બંને જણા ઝઘડો કરવા લાગ્યા હતા."
છાતી, પેટ અને કમરમાં ચાકુથી પ્રહાર કર્યો
તેમણે આગળ જણાવ્યું કે, "વિકી ઘરેથી ચાકુ લઈને આવ્યો અને શિવાને ગમે તેમ મારવા લાગ્યો હતો. તે શિવાને છાતી, પેટ, કમરના ભાગે ચાકુ મારીને ભાગી ગયો હતો. અમે તરત નજીકની હૉસ્પિટલમાં બતાવ્યું તો ત્યાંથી કહ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે અમે તાત્કાલિક 108ની મદદથી તેને સિવિલમાં લઈને આવ્યા. અહીં ડૉક્ટરે તેને ઑપરેશન વોર્ડમાં લઈ ગયા છે. શિવા હજી સુધી અંદર જ છે."
સમગ્ર ઘટના વિશે બારડોલી પોલીસને જાણ કરવામાં આવી
આ બાબતે સિવિલ પોલીસે બારડોલી પોલીસને જાણ કરી છે. સુરત સિવિલ હૉસ્પિટલના પોલીસ ચોકીના કૉન્સ્ટેબલ વસાવા સાહેબે જણાવ્યું કે, આ ઘટના વિશે બારડોલી પોલીસને જાણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો
આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી