સુરત : ભારતનું નામ હવે વિદેશની ધરતી પર બુંલંદ અવાજથી ગાજવા લાગ્યું છે. જેમાં ખાસ કરીને રમત ગમત ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના યુવાનો સારા સમાચાર આપી રહ્યા છે. ટુંક સમયમાં વડોદરાની એક દિકરીએ ફ્રાન્સમાં 2 મેડલ જીતને વડોદરાનું નામ રોશન કર્યું હતું, તો બીજી તરફ થાઈલેંડમાં ગુજરાતની ટીમનું બાસ્કેટ બોલમાં (Thailand Roller Skate Basketball) ઉમદા પ્રદર્શન સામે આવ્યું છે.
આ પણ વાંચો : IPL 2022 Qualifier-2: આજે ફાઇનલમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ટક્કરનો મુકાબલો
23-24-25 મે 2022 ના રોજ રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પયનશિપ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન (Basketball Championship International Tournament) કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની એક ટીમ પણ પહોંચી હતી. ગુજરાતની ટીમે ઉમદા પ્રદર્શન કરી આ ટુર્નામેન્ટમાં વિજય હાસિલ કર્યો છે. ગુજરાતની બાસ્કેટબોલની (Gujarat Basketball Team) ટીમમાં સૌપ્રથમ વાર સુરતના છ જેટલા ખેલાડીઓની પસંદગી પણ થઈ હતી. આ 6 ખેલાડીઓએ ખૂબ જ ઉમદા પ્રદર્શન કરી આ ટુર્નામેન્ટમાં વિજય પ્રાપ્ત થયા હતા
આ પણ વાંચો : Sports Complex in Ahmedabad : રમતવીરો થઈ જાવ તૈયાર..!, રિવરફ્રન્ટ પર ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર
આવતીકાલે સુરત આગમન - ગુજરાતની ટીમમાં લોક સાહિત્યકાર ઘનશ્યામ લખાણીના દીકરા દશઁન લખાણીએ આખી ટીમના કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી હતી. અન્ય કુલદીપ લખાણી (વાઈસ કેપ્ટન) કાવ્ય પટેલ, ક્રિશ ઘોરી, ઓમ પટેલ આ તમામ ખેલાડીઓના મહેનતથી રોલર સ્કેટ બાસ્કેટબોલમાં આ (Gujarat Basketball Team Wins) ટીમનો વિજય થયો હતો. તેમજ હવે આવતીકાલે આ ટીમ સુરત એરપોર્ટ પર આવશે.