ETV Bharat / city

તાપી શુદ્ધિકરણની સાથે પાણી રિસાઇકલ કરી વર્ષે 140 કરોડની કમાણી કરે છે સુરત મનપા

દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 971 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે દૂષિત પાણી ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં જતું હતું, તેને રોકી સુરત મહાનગરપાલિકાએ રિસાઇકલ કરી શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે અને વાર્ષિક 140 કરોડથી પણ વધુની કમાણી કરે છે. જેથી તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું છે, જે આખા દેશમાં એક મોડલ છે.

તાપી શુદ્ધિકરણની સાથે પાણી રિસાઇકલ કરી વર્ષે 140 કરોડની કમાણી કરે છે સુરત મનપા
તાપી શુદ્ધિકરણની સાથે પાણી રિસાઇકલ કરી વર્ષે 140 કરોડની કમાણી કરે છે સુરત મનપા
author img

By

Published : Dec 15, 2020, 3:00 PM IST

  • ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું દૂષિત પાણી રિસાઇકલ કરી કમાણી
  • સુરત મનપાને વર્ષે તગડી કમાણી કરાવે છે રિસાયકલ પાણી
  • 140 કરોડ રૂપિયાની કમાણી કરતી સુરત મનપા

    સુરતઃ ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ગુજરતી તાપી નદીમાં દૂષિત પાણી જાય. પરંતુ સુરત શહેરમાં હવે આ જોવા નથી મળતું. કારણ કે સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે. સાથે તાપી નદીમાં જેટલા 46 આઉટલેટ હતા તેને બંધ કરી દેવાયા છે. તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન મુજબ જ તાપીમાં પાણી ને જવા દેતી હોય છે.

  • ગણેશ વિસર્જન પણ તાપી નદીમાં બંધ કરવામાં આવ્યું

    સિંગણપોર ખાતે જે સ્ટોરેજ પ્લાન્ટ છે ત્યાંથી તાપી નદીનું પાણી આખા સુરતમાં આપવામાં આવે છે. પાણી દૂષિત ન થાય આ માટે કાર્યવાહી કરવામાં આવે છે. ગણેશ વિસર્જન પણ તાપી નદીમાં બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપી નદીમાં જે દૂષિત પાણી આવતું હતું, તે વોટર રિસાયકલ ના કારણે આવતું નથી.

  • શુદ્ધ ગુણવત્તાનું પાણી મળી રહે

    સુરતમાં તાપી નદી 85 કિલોમીટર સુધી પસાર થાય છે. સિંગણપોર સુધી 33 કિલો મીટરની લંબાઈ છે અને તેના ઉપરનો જે ભાગ છે તેને દૂષિત પાણી રહિત પાણી તાપી નદીમાં પડે આ માટે ખાસ પ્રોગ્રામિંગ તૈયાર કરવામાં આવી છે જેથી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધ થાય અને શુદ્ધ ગુણવત્તાનો પાણી મળી રહે

  • CETP મારફત શુદ્ધ કરવામાં આવે છે

    CETP તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરજિયાત કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર કોઈપણ રીતે તાપી નદીમાં ન જાય આ માટે CETP મારફત શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ડ્રેનેજ અને સુએજના પાણી તાપી નદીમાં ન જાય આ માટે કાંઠા ઉપર અલગ અલગ જગ્યાઓ પર એસબીઆર ટેકનોલોજીથી એસ.ટી.પી સેકન્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને દિવસોમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી રિસાઇકલ કરવામાં આવે છે.
    તાપી શુદ્ધિકરણ માટે 971 કરોડનું પેકેજ

  • સુએજ વોટરને શુદ્ધ કરી ઇન્ડસ્ટ્રીને પાણી આપે છે

    મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરત આખા ભારતમાં એવુ શહેર છે જે સુએજ વોટરને શુદ્ધ કરી ઇન્ડસ્ટ્રીને પાણી આપે છે. લગભગ 140 કરોડની કમાણી વાર્ષિક કરે છે. આવનાર દિવસોમાં આવી રીતે જ આવક થાય અને તાપીમાં શુદ્ધ પાણી વહે તે માટે પાલિકા કટિબદ્ધ છે. સિંગણપોર ઉપરાંત વરાજમાં કોઝવેનું પ્લાનિંગ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી 2041 સુધી શુદ્ધ પાણી મળી રહે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ પાણી તાપી નદીમાં જાય એવું આયોજન કરાયું છે.

  • તાપી શુદ્ધિકરણ માટે 971 કરોડનું પેકેજ

    તાપી શુદ્ધિકરણ માટે ભારત સરકાર દ્વારા 971 કરોડનું પાલિકાને પેકેજ મળ્યું છે. એનજીટી અને સુપ્રીમ કોર્ટ દ્વારા મોનિટરિંગ થાય છે, સાથે રાજ્ય સરકાર દ્વારા મેચિંગ ગ્રાન્ટ મળી છે. પાલિકા અને સુડા દ્વારા પણ મેચિંગ ગ્રાન્ટ મળે છે. આ પેકેજ ઉપરાંત જે ઉપરના ગામડાઓ આવે છે એ માટે પણ ગુજરાત સરકાર દ્વારા નવા આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.