ETV Bharat / city

Surat Diamond Bourseમાં અપશુકનિયાળ ગણાતો 13માં નંબરનો માળ જ નહીં હોય

સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) તૈયાર થઇ રહ્યું છે, ત્યારે એક વાત મહત્વની જાણવા મળી છે કે, આ ડાયમંડ બુર્સમાં 13મો માળ જ નહી હોય. આ પાછળનું કારણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એક સંખ્યા 13ને અપશુકનિયાળ માને છે. તેથી 12 અને પછી 14મો માળ હશે.

Surat Diamond Bourse
Surat Diamond Bourse
author img

By

Published : Aug 2, 2021, 7:16 PM IST

  • પ્રતિદિવસ દોઢ લાખ જેટલા લોકો તેની મૂલાકાતે આવશે
  • 13 માળની જગ્યાએ 12માં અને પછી સીધો 14મો માળ હશે
  • ડાયમંડ બુર્સના ટાવર પૈકી કોઈપણ ટાવરમાં 13મો માળ નહીં

સુરત: દેશ અને વિદેશમાં જેની ચર્ચાઓ ચાલી રહી છે, તે સુરત શહેરના ખજોદ વિસ્તારમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા હીરા બુર્સની ઘણી વિશેષતાઓ છે, ત્યારે ડાયમંડ બુર્સ(Diamond Bourse) ના ટાવર પૈકી કોઈપણ ટાવરમાં 13મો માળ નહીં હોય. કારણ કે, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો એકી સંખ્યા 13ને અપશુકનિયાળ માને છે. જેથી સુરત ડાયમંડ બુર્સના આયોજકો દ્વારા 13માં માળની જગ્યાએ 12 અને પછી સીધો 14મો માળ હશે.

ડાયમંડ બુર્સમાં 13મો માળ જ નહી હોય

આ પણ વાંચો- Diamond Bourse ના પ્રાઈમ લોકેશન 'સુરત ડાયમંડ ક્લબ'માં 28000 સ્ક્વેર ફુટની જગ્યામાં શું બનવા જઈ રહ્યું છે?

સુરત ડાયમંડ બુર્સ ખૂબ મોટો પ્રોજેક્ટ છે

ડાયમંડ બુર્સ(Diamond Bourse) પ્રોજેક્ટ 66 સ્ક્વેર ફૂટમાં તૈયાર થઇ રહ્યો છે, ત્યારે તેની મૂલાકાતે લોકો પહોંચી શકે તે માટે સાઈન કન્સલ્ટન્ટને કામ સોંપવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ ખૂબ મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ જ્યારે કાર્યરત થઈ જશે, ત્યારે પ્રતિદિવસ દોઢ લાખ જેટલા લોકો તેની મુલાકાતે આવશે. ડાયમંડ બુર્સમાં કાર્યરત હીરાની નાની-મોટી કંપનીઓ મળીને કુલ દોઢ લાખ લોકોને એક જ સ્થળે રોજગારી આપનાર કેન્દ્ર સુરત ડાયમંડ બુર્સ બની રહેશે.

15 માળના 9 આઇકોનિક ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે

સુરત ડાયમંડ બુર્સ (Diamond Bourse)પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પ્લસ 15 માળના 9 આઇકોનિક ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સમાં સમગ્ર 9 ટાવર પૈકી કોઈ ટાવરમાં 13મો માળ જ નથી. એટલે કે બારમાં માળ પછી સીધો જ 14મો માળ જ આપવામાં આવ્યો છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો તેરના આંકને અપશુકનિયાળ માનતા હોવાથી સુરત ડાયમંડ બુર્સના આયોજકોએ 13મો માળ નહીં રાખવાનો નિર્ણય લીધો છે અને હાલમાં એ જ પ્રમાણે ઇન્ટર્નલ મેપિંગ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Surat Diamond Bourse વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે

એન્ટીક્લોક આલ્ફા બેટ Aથી શરૂ કરીને અંતિમ ટાવરને J નામ આપવામાં આવ્યું છે

મૂલાકાતીઓ સરળતાથી ડાયમંડ બુર્સ(Diamond Bourse)ની બિલ્ડિંગને પારખી શકે એ માટે એન્ટીક્લોક આલ્ફા બેટ Aથી શરૂ કરીને અંતિમ ટાવરને J નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આમાં પણ ઇંગ્લિશ આલ્ફાબેટ આઈ અને નંબર વનની પરખ વચ્ચે અનેક લોકો મૂંઝવણમાં મુકાતા હોવાથી I અને 1 સાઈનને ક્યાંય પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.