સુરત : ફિલ્મ મેરી કોમમાં જે રીતે મેરી કોમ પોતાના બાળકોના કારણે વધુ મજબૂત થઈ જતી હોય છે તે જ રીતે સુરતમાં એક મહિલા પોલીસ અધિકારીએ પણ સાબિત કર્યું છે કે ભલે તેમની ડ્યુટી 24 કલાકની હોય, પરંતુ માતા તરીકે તે પોલીસ અધિકારી તરીકે એમ બંનેની જવાબદારી નિભાવી શકે છે. હાલ જ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ચાર્જ સંભાળનાર (DCP Rupal Solanki took charge ) રૂપલ સોલંકી (Surat Crime Branch DCP Rupal Sonlanki)અગાઉ બારડોલીમાં ડીવાયએસપી તરીકે ફરજ નિભાવી રહ્યા હતાં. તેઓને બે માસનું બાળક છે . એક માતાને પોતાનું દૂધ પીનાર બાળકને છોડી ડ્યુટી કરવું કેટલું મુશ્કેલીભર્યું હોય છે એ લોકો જાણે છે. તેમ છતાં પોતાની જવાબદારી પૂર્ણ કરવા માટે રૂપલ સોલંકીએ મેટરનીટી લીવ લેવાની જગ્યાએ સુરત ક્રાઈમ બ્રાંચમાં ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે, માતા બન્યા બાદ સ્ત્રી વધુ શક્તિશાળી થઈ જાય છે. આ જ કારણ છે કે તે પોતાના બાળકને અને ડ્યુટી બંને સારી રીતે સંભાળી શકે છે.
આ પણ વાંચોઃ Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
સ્ત્રી માતા બન્યા પછી વધુ મજબૂતાઈથી કાર્ય કરી શકે છે - રૂપલ સોલંકીએ (Surat Crime Branch DCP Rupal Sonlanki)જણાવ્યું હતું કે, મેં એક મૂવી જોઈ હતી. જેનું નામ મેરી કોમ હતું. જેમાં મેરિકોમને બે જોડિયા બાળક થાય છે. ફિલ્મમાં તેમના કોચ સપોર્ટ કરે છે અને કહે છે કે જ્યારે સ્ત્રી મા બની જાય છે ત્યારે વધુ શક્તિશાળી થઈ જતી હોય છે. અને હું પણ આવી જ રીતે અનુભવ કરું છું. સ્ત્રી માતા બન્યા પછી વધુ મજબૂતાઈથી કાર્ય કરી શકે છે. મને જે જવાબદારી આપવામાં આવી છે હું અને નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ક્રાઇમ રેટને ઓછો કરવા માટે સરકારની સૂચના મુજબ (DCP Rupal Solanki took charge)કામ કરીશ.
મારી આ જવાબદારીને લઈને ઉત્સાહિત છું -તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું માનું છું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા કે પુરૂષ જેવું કશું હોતું નથી. મહિલાઓને જે પણ જવાબદારી આપવામાં આવતી હોય છે તે સારી રીતે કરે છે. મારા કરિયરમાં ક્યારેય પણ લાગ્યું નથી કે હું મહિલા અધિકારી તરીકે ફરજ બજાવું છું. મારી આ જવાબદારીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. સુરતના પોલીસ કમિશનર મને લઈ ખૂબ જ ગંભીર છે. હું આ ટીમમાં ખૂબ જ ઊંડાણથી કામ કરવાની છું. મહિલા અને બાળકોના જે કેસ (Surat Crime Rate )થશે તેમાં હું પોતે ખૂબ જ ધ્યાનપૂર્વક કાળજી લઈશ કે આ કેસોમાં ઉદાહરણરૂપ કન્વીકટ આવે અને મહિલાઓ અને બાળકોને લઈ જે પણ કેસો અત્યાર સુધી ડિટેક્ટ થયા નથી તે કેસ ડિટેક્ટ કરવા જ અમારી (Surat Crime Branch DCP Rupal Sonlanki)પ્રાથમિકતા રહેશે.