ETV Bharat / city

આધાર કેન્દ્ર વિવાદમાં: તબસ્સુમનું નામ બદલીને રાની અજય ગૌડના નામનું આધારકાર્ડ બનાવ્યું

અડાજણના ગેલેક્સી સર્કલ સ્થિત આધાર સેવા કેન્દ્ર પર સરકારી પોર્ટલમાં ચેડા કરી મુસ્લિમોને હિન્દુ નામે આધારકાર્ડ બનાવી આપવાનું કૌભાંડ.

તબસ્સુમનું નામ બદલી રાની અજય ગૌડના નામનું આધારકાર્ડ બનાવ્યું

author img

By

Published : Sep 9, 2021, 4:53 PM IST

  • પાંડેસરાના યુવાને મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા
  • હિન્દુ નામે આધારકાર્ડ બનાવવા ટાઉટને રૂ. 1100 ચુકવ્યા
  • ટાઉટે આધાર કેન્દ્ર પર લઇ જઇ પોર્ટલમાં ચેડાં કરી આધારકાર્ડ બનાવી આપ્યું
  • તબ્બસુમ નામ બદલી રાની અજય ગૌડના નામનું આધારકાર્ડ બનાવ્યું હતું

સુરત: અડાજણના ગેલેક્સી સર્કલ સ્થિત આધાર સેવા કેન્દ્ર પર સરકારી પોર્ટલમાં ચેડા કરી મુસ્લિમોને હિન્દુ નામે આધારકાર્ડ બનાવી આપવાના બહાર આવેલા કૌભાંડમાં અડાજણ પોલીસે બે ટાઉટ સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અજયે તબસ્સુમ સાથે કર્યા લગ્ન, રાની ગૌડના નામે બનાવ્યું નકલી આધારકાર્ડ

અડાજણ પોલીસે અજય દયાશંકર ગૌડ અને બે ટાઉટ પંકજકુમાર માતાપ્રસાદ મૌર્યા અને સંતોષ રાજપત મૌર્યા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે અજયે તબસ્સુમ ખાતુન એમડી ઇસ્માઇલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અજયે પત્ની તબસ્સુમનું હિન્દુ નામે આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવા ટાઉટ પંકજકુમાર મૌર્યાનો સંર્પક કર્યો હતો. અજયે પત્ની તબસ્સુમનું ઓરીજનલ આધારકાર્ડ પંકજને આપ્યું હતું અને ચાર્જ પેટે રૂ. 1100 ચૂકવ્યા હતા.

બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધારકાર્ડ બનાવી આપતા હોવાનું બહાર આવ્યું

પંકજે ઑનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ તેના અન્ય સાથી ટાઉટ સંતોષ મૌર્યાનો સંર્પક કરી અડાજણના ગેલેક્સી સર્કલ નજીક આધાર સેવા કેન્દ્ર ખાતે અજય અને તબસ્સુમને લઇ ગયા હતા, જ્યાં કેટલાક બોગસ ડોક્યુમેન્ટ્સ રજૂ કરી તબસ્સુમનું નામ બદલી રાની અજય ગૌડના નામનું આધારકાર્ડ બનાવ્યું હતું, જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સાંસદ અને ધારાસભ્યો તથા કોર્પોરેટરના લેટરપેડના દૂરપયોગ કરી સરકારી પૉર્ટલમાં ચેડા કરી બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધારકાર્ડ બનાવી આપતાં હોવાનું બહાર આવ્યું છે.

વધુ વાંચો: છેલ્લા 12 વર્ષથી આ ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી NRI મહિલા, સુરતમાં કરવામાં આવી સફળ સર્જરી

વધુ વાંચો: પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.