- દશેરામાં સુરતીઓ જલેબી- ફાફડા આરોગી જતા હોય છે
- આરોગ્ય વિભાગ દ્વારા માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં કરાઈ રહી છે તપાસ
- સેમ્પલના રિપોર્ટ માટે 14 દિવસ રાહ જોવી નહીં પડે, તાત્કાલિક સ્થળ પર જ રિપોર્ટ મળી જશે
સુરત: સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને આગામી સમયમાં દશેરા અને ચંદી પડવા સહિતના તહેવારો આવી રહ્યા છે. દશેરામાં જલેબી- ફાફડા સુરતીઓ આરોગી જતા હોય છે. આ ઉપરાંત ચંદી પડવા પર ઘારી પણ લોકો આરોગતા હોય છે. જેને લઈને સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં મનપા દ્વારા પાણીપુરી વેચતી દુકાનો અને લારીઓ પર ચેકીંગ, પાણીપુરી માંથી મળ્યા ઇકોલીના બેક્ટેરિયા
અગાઉ ગાંધીનગર મોકલવામાં આવતા હતા સેમ્પલ
અગાઉ જ્યારે પણ મનપા દ્વારા મીઠાઈની દુકાન પરથી સેમ્પલ લેવામાં આવતા હતા તેને ચકાસવા માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવતા હતા. જે રિપોર્ટ 14 દિવસ બાદ મનપાને મળતો હતો, તે દરમિયાન તેઓ સારો પણ પૂર્ણ થઇ જતા હતા અને જો સેમ્પલ ખરાબ હોય તેની જાણ પણ મોડી થતી હતી. જેના કારણે મનપા દ્વારા વાન લેબ (mobail lab) ગાંધીનગરથી સુરત મંગાવવામાં આવી છે. જેથી તત્કાલ અસરથી સેમ્પલ ખરાબ હોય તેની જાણ તુરંત અધિકારીઓને થઈ શકે અને કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ ઘટના સ્થળ પર જ કરી શકે.
આ પણ વાંચો: રાજકોટ પોલીસે 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ ઝડપ્યું, ડ્રાઈવરની ધરપકડ
વાન લેબ માટે ખાસ ગાંધીનગરથી મંગાવવામાં આવી છે: ચીફ ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર
મનપાના ચીફ ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, આગામી તહેવારોને ધ્યાનમાં લઈને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આખા શહેરમાં ટીમ બનાવીને સ્પોટ પર જ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વાન લેબ (mobail lab) માટે ખાસ ગાંધીનગરથી મંગાવવામાં આવી છે. અગાઉ કોઈપણ સેમ્પલના રિપોર્ટ માટે 14 દિવસ લાગતા હતા પરંતુ આ લેબના કારણે સ્થળ પર જ આ રિપોર્ટ મળી જાય છે.