- JEE Mainનું ત્રીજા સેશનનું રિજલ્ટ NTA દ્વારા કરાયું જાહેર
- સુરતની એલન ઇન્સ્ટિટ્યુટના 2 વિદ્યાર્થીઓ રાજ્યમાં ટોપમાં
- બીજા 3 વિદ્યાર્થીઓએ સુરત શહેરમાં ટોપ કર્યું
સુરત: દેશ અને રાજ્યોમાં થોડા સમય પેહલા JEEની પરીક્ષાઓ લેવામાં આવી હતી આ પરીક્ષા 20 થી 25 જુલાઈ તથા 27 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી લેવામાં આવી હતી. ત્યાર બાદ NTA દ્વારા JEE mainનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતા સુરતના એલન ઇન્સ્ટિટ્યુટના 2 વિદ્યાર્થીઓએ ટોપમાં સ્થાન મેળવ્યું છે. જેમાંથી 1 વિદ્યાર્થીએ સતત ત્રીજી વખત 100 માર્ક્સ લાવી ટોપમાં સ્થાન મેળવ્યું છે.
એલન ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓ
JEE Main 2021ની ત્રીજા સેશનનું પરિણામ આવ્યા બાદ સુરતના 2 વિદ્યાર્થીઓ શહેરમાં તથા રાજ્યમાં ટોપમાં સ્થાન મેળવ્યું છે. શહેરના એલન ઇન્સટ્યુટીટના 2 વિદ્યાર્થીઓ છે. જોકે આ ત્રીજા સેશનની પરીક્ષા ઘણા લાંબા સમય બાદ લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક પરીક્ષા આપી હતી. તેમજ સારી ટકાવારી સાથે પાસ પણ થયાં છે. પરિણામના આધારે કહી શકાય છે કે, વિદ્યાર્થીઓ કોરોના દરમિયાન લોકડાઉનનો ઉપયોગ પરીક્ષાની તૈયારીમાં કરી હતી. આ તૈયારીઓનું પરિણામ આજે આવ્યું છે. શહેરના એલન ઇન્સ્ટિટ્યુટના 2 વિદ્યાર્થીઓેએ રાજ્યમાં ટોપ કર્યુ છે, તો બીજા 3 વિદ્યાર્થીઓએ સુરત શહેરમાં ટોપ કર્યું છે. જોકે કહી શકાય છે કે, આ વખતે પણ સુરતના વિદ્યાર્થીઓ રાજ્યમાં ટોપમાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ લોકડાઉનમાં કરેલી મહેનતનું પરિણામ
એલન ઇન્સ્ટિટ્યુટના સંચાલક દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આ વખતે પણ અમારા વિદ્યાર્થીઓએ રાજ્ય અને શહેરમાં ટોપ નંબર ઉપર આવ્યા છે. આ 2 જ વિદ્યાર્થીઓ નહિ પણ બીજા 3 વિદ્યાર્થીઓ પણ સુરત શહેરમાં ટોપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીઓ જે સમય દરમિયાન દેશ અને રાજ્યોમાં કોરોના કહેરના કારણ કે લોકડાઉન ચાલી રહ્યું હતું. તે સમય દરમિયાન અમારા વિદ્યાર્થીઓ ઘરે બેસી પરીક્ષાની તૈયારીઓ કરી હતી. તેનું જ આ પરિણામ છે. ખાસ કરીને જો અમારો એલન ઇન્સ્ટિટ્યુટનો બેસ્ટ વિદ્યાર્થી જેણે સતત ત્રીજી વખત રાજ્યમાં ટોપ કર્યું છે. પોતે તો તૈયારી કરતો જ હતો સાથે એ પોતાના મિત્રોને પણ ખુબ જ સારી રીતે પરીક્ષા વિશે માર્ગદર્શન આપતો હતો. મને ખુશી છે કે, અમારા એલન ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થી તનય.વી.તલયએ ફરી ટોપ કરી પોતાના પરિવાર અને એલન ઇન્સટ્યુટીટનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો: JEE મેઈન્સની પરીક્ષામાં સુરતનો તનય વિનીત તલય ગુજરાતમાં પ્રથમ ક્રમે
તનય.વી.તલયએ ગણિતમાં 100 ગુણ મેળવ્યા
JEE Main 2021નું ત્રીજા સેશનનું પરિણામ આવ્યા બાદ સુરતનો એલન ઇન્સટ્યુટીટનો વિદ્યાર્થી તનય.વી.તલયએ 100 ગુણ સાથે રાજ્યમાં પ્રથમ આવ્યો છે. આ પેહલા પણ તનય.વી.તલયએ 100 ગુણ મેળવી રાજ્યમાં ટોપમાં આવી ચુક્યો છે. એટલું જ નહિ એલન ઇન્સટ્યુટીટના વિદ્યાર્થીએ સાર્થક ચૌધરીએ કેમેસ્ટ્રીમાં 100 ગુણ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે. તેમજ ઇન્સટ્યુટીટના અન્ય એક વિદ્યાર્થી નિપુણ તુલસાઈનએ 99 ગુણ મેળવ્યા છે. કેવલ શાહે 99 ગુણ મેળવ્યા છે. મયંક બાદ ગોટીયાએ પણ 99 ગુણ મેળવ્યા છે. આ બધા વિદ્યાર્થીઓએ બધા જ વિષયમાં 99 ગુણ મેળવ્યા છે.