ETV Bharat / city

સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત

સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાં રેલવેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને મળી સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા માટે તેમજ સુરતથી આ ટ્રેનને સાંજના સમયે ઉપાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત
સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત
author img

By

Published : Jul 31, 2021, 1:14 PM IST

  • સુરતથી મહુવાની દૈનિક મળી રહે તે માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવી
  • દિલ્હી ખાતે રેલવેના રાજ્યપ્રધાન દર્શના જરદોશ સાથે મુલાકાત કરી હતી
  • સાપ્તાહિકને બદલે ડેઇલી દોડાવવા માટે તેમજ ટ્રેનના સમયમાં ફેરફાર

સુરત: સુરતના સાંસદ દર્શના જરદોશ રેલવે રાજ્યપ્રધાન બનતા સુરત અને સૌરાષ્ટ્રમાં રહેતા લોકો માટે નવી આશા જાગી છે આશા છે કે દર્શના જરદોશ વર્ષો જૂની માંગ તેમની પૂર્ણ કરશે વર્ષોથી આ વિસ્તારના લોકોની માગણી છે કે, સુરતથી મહુવાની દૈનિક મળી રહે તે માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં પૂર્ણ થઇ નથી ફરી એક વખત આમાં સાથે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દિલ્હી ખાતે રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સાથે મુલાકાત કરી હતી અને ફરી એક વખત આ લોકોની સમસ્યાથી અવગત કરાવ્યું હતું.

ટ્રેનને સાંજના સમયે ઉપાડવામાં આવે તેવી રજૂઆત

સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાં રેલવેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને મળી સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા માટે તેમજ સુરતથી આ ટ્રેનને સાંજના સમયે ઉપાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મહુવાથી સુરત દૈનીક ટ્રેન માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વખતો વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં રેલવે તંત્ર ઓરમાયુ વર્તન રાખી મહુવાને એક પણ ટ્રેન આપેલી નથી. સુરતથી મહુવા વચ્ચે શરુ થનારી ટ્રેનને સાપ્તાહિકને બદલે ડેઇલી દોડાવવા માટે તેમજ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને સુરતથી સવારને બદલે રાત્રે ઉપાડવા માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

દર્શના જરદોશ પોતે આ રજુઆત કરી ચૂકયા છે

ભાવનગર તથા તેની આસપાસના સૌરાષ્ટ્રના વતનીઓ માટે આ ટ્રેન સૌથી વધુ અનુકૂળ છે. બીજી બાજુ સુરતમાં લાખોની સંખ્યામાં ભાવનગર અને સૌરાષ્ટ્રના વતનીઓ રહે છે અને તેઓ મોટા ભાગે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દિવસ દરમિયાન નોકરી પૂર્ણ કરીને રાત્રિ દરમિયાનનો સમય તેઓને મુસાફરી માટે અનુકુળ રહેતો હોવાથી વારંવાર આ અંગે રજૂઆત કરાઇ છે. દર્શના જરદોશ પોતે સંસદમાં અંગેની રજૂઆત કરી ચૂક્યા છે. હવે તેઓ પોતે રેલવે રાજ્યપ્રધાન છે ત્યારે આ માગ પૂર્ણ થશે તેવી આશા સાથે સુરત ચેમ્બર કોમર્સના સભ્યો દિલ્હી ખાતે દર્શના જરદોશ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: કર્ણાટકઃ રસ્તામાં ભટકી ટ્રેન, પ્રવાસીઓએ દૂધસાગર ધોધનો અદભૂત નજારો જોયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.