સુરત સોશિયલ મીડિયામાં કેટલી તાકાત (Positive side of social media) હોય છે. તે ફરી એક વખત સાબિત થયું છે. અહીં 25 વર્ષ પહેલા કામ ધંધા માટે સુરત એક વ્યક્તિ આવ્યો હતો અને પોતાના પરિવારથી વિખૂટો પડી (Man missing from Bihar) ગયો હતો. વ્યક્તિની વ્યથા જોઈ શહેરના એક સમાજ સેવીએ સોશિયલ મીડિયામાં (Social media reunited the family) તેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ એક ચમત્કાર થતાં આ વ્યક્તિનું 25 વર્ષ બાદ પરિવાર સાથે સુખદ મિલન થયું છે.
મદનભાઈ વર્ષોથી શેલ્ટર હોમમાં રહે છે મદનભાઈ છેલ્લા ઘણા વર્ષોથી શહેરના શેલ્ટર હોમમાં રહે છે. તેની જાણ સુરતના સમાજસેવી જીગરભાઈને થઈ હતી. તેમને વ્યથા સાંભળતા જાણવા મળ્યું હતું કે, મદનભાઈ 25 વર્ષ પહેલા સુરત રોજગારી માટે આવ્યો હતો, પરંતુ કંઈક કારણોસર તે પરિવારથી વિખૂટો (Man missing from Bihar) થઈ ગયો હતો.
વીડિયો શેર થયાના 2થી 3 દિવસમાં થયું મિલન જીગરભાઈએ મદનભાઈ સાથે થયેલી મુલાકાત બાદ એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકતા બિહારના દરભંગા ખાતે રહેતા મદનભાઈના પરિવારે તેમનો (Man missing from Bihar) સંપર્ક કર્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ થયાના 2થી 3 દિવસમાં જ ભાઈનો દરભંગાથી ફોન આવ્યો હતો. મદનભાઈ 25 વર્ષ બાદ પોતાના પરિવારને મળ્યો ત્યારે ભાવુક દ્રશ્યો (Social media reunited the family) સર્જાયા હતા.
આ પણ વાંચો વિદ્યાર્થીનો ST બસની પાછળ સ્ટંટ, વીડિયો થયો વાયરલ
વ્યક્તિ બિહારના દરભંગાનો રહેવાસી છે સમાજસેવી જીગરભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી મદનનો પરિવાર (Positive side of social media) સાથે સુખદ મિલન થયું છે. આજ દિન સુધી અમે ત્રણ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે અને અવારનવાર શેલ્ટર હોમ જવાનું (Social media reunited the family) થતું હોય છે, જે આ મારી મુલાકાત મદન સાથે થઈ હતી.
આ પણ વાંચો સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા જતા લાઈફ ગુમાવી
મદનભાઈને કંઈ યાદ નહતું સમાજસેવી જીગરભાઈએ જણાવ્યું હતું કે, તેને મને કહ્યું હતું કે, મારા પરિવાર સાથે મિલન કરાવી (Social media reunited the family) આપો. છેલ્લા ઘણા સમયથી તેની તબિયત પણ સારી નહોતી અને તેને યાદ પણ નહોતું કે, તે ક્યાંથી આવ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર મદનભાઈનો વીડિયો જોઈ પરિવારે સામેથી સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ જાણ થઈ હતી કે, તે મૂળ બિહારના દરભંગાનો રહેવાસી (Man missing from Bihar) છે.