- કન્વીનર ધાર્મિક માલવિયાએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા
- કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવ્યા વગર ઘરે પરત ગયા
- કોંગ્રેસના વલણથી પાસ નારાજ
સુરત: આજે રવિવારે પાસ સમિતિ સાથે થયેલી રાજ રમતને લઇને સરથાણા ખાતે પાસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજવામાં આવી હતી. અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેમને દ્વારા જો પાસ સમિતિને અને પાટીદાર સમાજને સમર્થન હોય તો સ્વૈચ્છિક રીતે પોતાના ફોર્મ પરત ખેંચવામાં આવે.
કોંગ્રેસને સબક શિખડાવવા માટે પાસના સભ્યો દ્વારા બેઠક યોજવામાં આવી
પાસને વાયદા પ્રમાણે ટિકિટ ન અપાતા પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા બાદ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવ્યા વગર ઘરે પરત ગયા હતા. કોંગ્રેસના આ વલણથી પાસ નારાજ છે. કોંગ્રેસને સબક શિખડાવવા માટે રવિવારે પાસના સભ્યો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ અંગે ધાર્મિક માલવીયા એ જણાવ્યું હતું કે, જે ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવામાં નહીં આવે તે લોકોને પાસ સમિતિ અને પાટીદાર સમાજને સમર્થન નથી, એવું માનવામાં આવશે અને આગામી દિવસોની અંદર મિટિંગનું આયોજન કરી તેને લઈ ક્યા પ્રકારે કર્યો કરવા તે અંગેની રણનીતિ નક્કી કરાશે.