સુરત: 'ઓપરેશન ગંગા' હેઠળ યુક્રેનથી રેસ્ક્યુ (Operation Ganga Ukraine) કરાયેલા સુરતના 35 વિદ્યાર્થીઓ આજે વિશેષ બસ મારફતે સુરત સર્કિટ હાઉસ (Surat circuit house) પહોંચ્યા હતા. યુદ્ધની પરિસ્થિતિ (Russia Ukraine War 2022)થી બચીને પરત પોતાના દેશ આવેલા વિદ્યાર્થીઓને જોઈ તેમના માતાપિતાના અશ્રુ રોકાવાનું નામ નહોતા લેતા. યુક્રેનથી રેસ્ક્યુ (Indian Students Rescued From Ukraine) કરાયેલા તમામ વિદ્યાર્થીઓ ભારત સરકારનું અભિવાદન કરી રહ્યા છે.
30થી 50 કિલોમીટર ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કઈ રીતે યુક્રેનની આર્મીએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતુ. એટલું જ નહીં તેમની યુનિવર્સિટીએ પણ તેમને જણાવ્યું હતું કે, યુદ્ધની પરિસ્થિતિ નથી. માઇનસ ડિગ્રી તાપમાનમાં તેઓ 30થી 50 કિલોમીટર ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં આર્મીના જવાનો દ્વારા ગેરવર્તન (ukrainian army misconduct) કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કઈ વાતને યાદ કરીને જામસાહેબ શત્રુશલ્યસિંહજી કહ્યું Thank you પોલેન્ડ, જુઓ
કોલેજે કહ્યું - કોઈ સમસ્યા નથી, સામાન્ય સ્થિતિ છે
પ્રશાંત ટાંકે જણાવ્યું હતું કે, હું ત્યાં MBBS કરી રહ્યો (Indian Students In Ukraine) હતો. હુમલો પૂર્વમાં થયો હતો અને અમે પશ્ચિમ ક્ષેત્રમાં હતા. વિકટ પરિસ્થિતિ હતી. ઉપરથી ફાઈટર પ્લેન પસાર થઈ રહ્યું હતું. અનેક શહેરોમાં બોમ્બવર્ષા થઈ રહી હતી. જ્યારે અમને ખબર પડી ત્યારે અમે શહેર છોડી દીધું. અમને કોલેજ તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઈ સમસ્યા નથી. આ સામાન્ય સ્થિતિ છે. યુદ્ધની પરિસ્થિતિ (Russia Ukraine Crisis) થશે નહીં અને અચાનકથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. અમે કોલેજ તંત્રને કહ્યું હતું કે, અમને રજા આપવામાં આવે. કોલેજ સંચાલકોએ કોઈ એક્શન ન લીધા. તેમને લાગ્યું કે આ નોર્મલ પરિસ્થિતિ છે.
ભારતીય એમ્બેસીએ યુક્રેનની બહાર વ્યવસ્થા કરી
તેમણે જણાવ્યું કે, અમે બોર્ડર સુધી આશરે 50 કિલોમીટર ચાલીને આવ્યા. અમે રાત દિવસ ચાલી રહ્યા હતા. ખાવાનું પીવાનું બધું નહિવત હતું. ભારતીય એમ્બેસીએ યુક્રેનની બહાર અમારી વ્યવસ્થા કરી હતી. યુક્રેનમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. બોર્ડરના એક હિસ્સામાં ત્યાંના સૈનિકો દ્વારા ખૂબ જ ગેરવર્તન કરવામાં આવી રહ્યું હતું. અમે 35થી 40 કિલોમીટર ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા હતા.
હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે
અન્ય વિદ્યાર્થિની સેલજા પટોડીયાએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ભયભીત હતા તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને અમે વિચારી લીધું હતું કે હવે તો નીકળવું જ પડશે. અમે કાર લઈને નીકળ્યા હતા અને ડ્રાઈવરે અમને બોર્ડરથી 30થી 40 કિલોમીટર પહેલા ઉતાર્યા હતા. અમે 35થી 40 કિલોમીટર ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા હતા. ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહોતી, પરંતુ જે અમારી પાસે હતું તેનાથી દિવસ પસાર કર્યા છે. હજી ઘણા બધા ફસાયા છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભારી છું કે તેઓએ આ વ્યવસ્થા અમારી માટે કરી છે.
સામાન વધારે હતો તો રસ્તા પર જ છોડી દીધો
ધ્રુવેલે જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થઈ ગયું છે તેની જાણકારી થતા તમામ સામાન પેક કરી અમે નીકળવા માટે તૈયાર થઈ ગયા હતા. બસ પકડીને સીધા બોર્ડર સુધી પહોંચવા માટે નીકળ્યા હતા. બોર્ડરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાં 40 કિલોમીટર ગાડીઓની લાઇન હતી. જેથી 40 કિલોમીટર પહેલા અમે તમામ વિદ્યાર્થીઓ બસમાંથી ઉતરી ગયા હતા અને સામાન સાથે ચાલીને બોર્ડર સુધી ગયા અને ઘણા લોકો એવા હતા કે સમાન વધારે હતો તો રસ્તા ઉપર છોડી દીધો હતો. યુક્રેનની આર્મી ઇન્ડિયન સ્ટુડન્ટ (Indians Studying In Ukraine) ને એન્ટ્રી આપતી નહોતી. બોમ્બમારા વચ્ચે અમે ત્યાં પહોંચ્યા અને એક છોકરાને તો હાર્ટઅટેક પણ આવી ગયો હતો.
યુક્રેનિયન આર્મીએ ભારતીયો સાથે કર્યો ખરાબ વ્યવહાર
અન્ય વિદ્યાર્થિની નેન્સીએ જણાવ્યું હતું કે , બોર્ડર પર ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી. બોર્ડર પર કોઈ પણ વ્યવસ્થા નહોતી. અમે માઇનસ ટેમ્પરેચરમાં હતા. અમને પોલેન્ડ ઇન્ડિયન એમ્બેસીએ ખૂબ જ મદદ કરી છે. માઇનસ ડીગ્રીમાં રહેવાના કારણે શરીર ફ્રીઝ થઈ ગયું હોય એવું લાગતું હતું. એનર્જી પણ ઓછી થઈ ગઈ હતી. વિવેક યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, બોર્ડર પર યુક્રેનિયન આર્મી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નહોતો. લાઈનમાં ઊભા રહેવા માટે કહેતા હતા અને જ્યારે વારો આવે તો ડંડાવાળી કરતા હતા. યુક્રેનિયન આર્મી દ્વારા વિદ્યાર્થીઓને પરત મોકલાતા હતા. બે દિવસ બાદ જ્યારે અમે ઇન્ડિયન એમ્બેસીના સંપર્કમાં આવ્યા ત્યારે જ ખાવાપીવાની વ્યવસ્થા મળી. પરિવારને મળતા આનંદ થઈ રહ્યો છે. આ બધું ભારતીય સરકારના કારણે થયું છે.
યુક્રેન બોર્ડર પર રહેવાની અને જમવાની વ્યવસ્થા નહોતી
દેસાઈ નેહુલે જણાવ્યું કે, 10 દિવસ સુધી ખૂબ જ તકલીફ પડી. ક્યારેય પણ આવો અનુભવ થયો નહોતો અને ક્યારેય થશે પણ નહીં. 4 દિવસ સુધી અમે સૂકા નાસ્તા પર રહ્યા છીએ. યુક્રેન બોર્ડર પર રહેવાની અને જમવાની વ્યવસ્થા નહોતી. બોર્ડર ઉપર અમે બસ દ્વારા પહોંચ્યા હતા. ધક્કામુક્કી કરીને બોર્ડર ક્રોસ કરી પણ ન થઈ અને ત્યારબાદ બીજી બોર્ડર પર ગયા ત્યારે બોર્ડર ક્રોસ કરી શક્યા.