- ગણેશ ઉત્સવને લઇને કેટલીક છૂટછાટો આપવામાં આવી છે
- ગણપતિના વરઘોડામાં હજારો યુવાવર્ગ જોડાયા હતા
- આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી
સુરત: ઉમરા વિસ્તારમાં સર કે. પી. કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવનાર છે, ત્યારે ગણપતિના વરઘોડામાં હજારો યુવાવર્ગ જોડાયા હતા અને ડીજેના તાલે તેઓ ઝુમી ઉઠ્યા હતા. જો કે આ વચ્ચે એક પણ યુવાનના મોઢા પર માસ્ક જોવા મળ્યા ન હતા અને સોશિયલ ડિસ્ટસિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વરઘોડામાં 50ની જ પરવાનગી સામે 500થી વધુ લોકો વરઘોડામાં જોવા મળ્યા હતા.
આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો
બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ઉંમરા પોલીસની પીસીઆર વેન પણ ત્યાં પહોંચી ગઈ હતી અને વરઘોડાને રોડની સાઈડ પર લાવી અટકાવ્યો હતો. આ સાથે પોલીસ કર્મીઓ દ્વારા આયોજકને સમજાવી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.