ETV Bharat / city

કોરોનાકાળમાં દક્ષિણ ગુજરાતના વેપારીઓને આશરે 100 કરોડ રૂપિયાનું નુકસાન - South Gujarat Hotel Association

સુરતમાં ફરીથી કોરોનાએ પોતાનો વ્યાપ વધાર્યો છે. જેથી તંત્ર દ્વારા ફરીથી કરફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. જેને લઈને ફરીથી હોટેલ ઉદ્યોગને ફરીથી નિરાશા સાંપડી છે. બર્થ ડે, એનિવર્સરી જેવી નાની નાની ઈવેન્ટો પણ કેન્સલ કરાતા તેઓ ચિંતામાં મૂકાયા છે.

Surat
Surat
author img

By

Published : Mar 21, 2021, 8:51 AM IST

Updated : Mar 21, 2021, 2:06 PM IST

  • કોરોનાકાળમાં દરેક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો
  • દક્ષિણ ગુજરાતની તમામ હોટલોને પણ હજારો કરોડોનું નુકસાન
  • હોટલ માલિકો અને સ્ટાફ પણ ચિંતિત

સુરત: કોરોનાકાળમાં દરેક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતની તમામ હોટલોને પણ હજારો કરોડોનું નુકસાન થયું છે. માંડમાંડ આ હોટલ ઉદ્યોગ ઉભો થયો હતો, ત્યારે ફરીથી રાત્રી કરફ્યૂ આ સમયગાળામાં વધારો કરાતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની દશા દયનીય બની છે. તેમના કહેવા મુજબ આ વર્ષે લગ્ન સિઝનમાં હોટલોનું સ્થાન શહેરથી દૂરની જગ્યાઓ અને ફાર્મહાઉસે લેતા તે સીઝન પણ નિષ્ફળ નીવડી છે અને બીજી તરફ જન્મદિવસ અને લગ્નની સાલગીરીની ઉજવણી જેવી નાની ઇવેન્ટના ઓર્ડર પણ હવે લોકો રદ કરાવી રહ્યાં છે. જેને કારણે હોટલ માલિકો અને સ્ટાફ પણ ચિંતિત છે.

કોરોનાકાળમાં દક્ષિણ ગુજરાતના વેપારીઓને આશરે 100 કરોડ રૂપિયાનું નુકશાન

આ પણ વાંચો : ટેન્ટ-શમિયા ઉદ્યોગને 300 કરોડનું નુકશાન : કરોડો રૂપિયાનો માલ તેમના ગોડાઉનમાં પડ્યો છે

હોટેલ ઉદ્યોગને ફરીથી મોટો ફટકો

દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સ્ટાફનો પગાર પણ અડધો કરી દેવાયો હોવા છતાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ હજી આ ઉદ્યોગ કરી શક્યો નથી. વધુમાં રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં ફાઇન ડાઇનિંગ રેસ્ટોરેન્ટ છે. જેમાં લોકોની આવન- જાવન વધુ રહે છે. પરંતુ આજે રવિવારે બંને ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ પણ આવી રહ્યાં હોવાથી હોટેલ ઉદ્યોગને ફરીથી મોટો ફટકો પડશે.

50 ટકાથી પણ વધુ રોજગારી ઘટી ગયો

દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના ઉપપ્રમુખ સનત રેલિયાએ જણાવ્યું કે, હજી ઘણા લોકો જૂના ટેક્સ ચૂકવી રહ્યાં છે. એવામાં હોટલોના પિક ટાઈમ પર જ લોકડાઉન કરાતા શરૂઆતથી જે રોજગાર ઘટ્યો હતો. તેમાં પણ વધુ ઘટાડો થયો છે. 50 ટકાથી પણ વધુ રોજગારી ઘટી ગઈ છે. કોરોના કાળમાં દર મહિને 100 કરોડનું નુકસાન દક્ષિણ ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટને થઈ રહ્યું છે. મોંઘવારી જ્યારે 12 કરોડ GSTમાં નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રિકવરીની આશા

Last Updated : Mar 21, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.