- સુરતમાં મોટી માત્રામાં રસીકરણ કરવામાં આવ્યુ
- સૌથી વધુ 18 થી 44 વર્ષના લોકોએ રસી લીધી
- સૌથી વધુ ઓલપાડના લોકોએ રસી લીધી
સુરત: ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે રેકોર્ડ બ્રેક કોરાના રસી (Corona vaccine) મુકવામાં આવી હતી. શુક્રવારે 5622 લોકોને કોરાના રસી મુકવામાં આવી હતી. સૌથી વધુ રસી 18થી44 વર્ષના લોકોએ લીધી હતી.
સૌથી વધુ રસી 18થી44 વયના લોકોએ લીધી
શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા 18થી44 વયના લોકોને કોરાના રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સવારથી જ રસીકરણ કેન્દ્રો પર યુવાનોની લાંબી કતારો જોવા મળી હતી. શુક્રવારે 18થી44 વય વચ્ચેના લોકોનું રસીકરણ શરૂ થતાં શુક્રવારે રેકોર્ડ બ્રેક લોકોએ કોરાના રસી લીધી હતી. શુક્રવારે આરોગ્ય વિભાગના 5622 લોકોને રસી આપવામાં આવી હતી જેમાં 1 હેલ્થવર્કરને ફર્સ્ટ અને 3ને સેકેન્ડ ડોઝ આપવામાં આવ્યો હતો. 29 ફ્રન્ટલાઈન વર્કરને ફર્સ્ટ જ્યારે 9 લોકોને સેકેન્ડ ડોઝ લીધો હતો. 18થી44 વય વચ્ચેના 3760 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. 45થી59 ઉંમરના 1250 લોકોએ રસીનો પહેલો અને 236 લોકોએ બીજો ડોઝ લીધો હતો,60 વર્ષથી ઉપરના 270લોકોએ પહેલો અને 64લોકોએ બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં ગુરૂવારે વધુ 2389 લોકોએ કોરાના રસી લીધી
સૌથી વધુ રસી ઓલપાડના લોકોએ લીધી
શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ કોરાના રસીમાં સૌથી વધુ રસી ઓલપાડ તાલુકાના લોકોએ લીધી હતી,જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો ચોર્યાસી 768,કામરેજ 820,પલસાણા 721,ઓલપાડ 909,બારડોલી 907,માંડવી 278,માંગરોળ 596,ઉમરપાડા 103,મહુવા 520 લોકોએ રસી લીધી હતી.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં બુધવારે વધુ 1147 લોકોએ કોરાનાની રસી લીધી