અમદાવાદ: રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થયું છે અને શિયાળો આવી રહ્યો છે, અને બપોરના ભાદરવા જેવો તડકો પણ પડી રહ્યો છે. આ બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વધ્યો છે. શરદી, તાવ, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવાર બાદ અમદાવાદ શહેરની અંદર રોગચાળો વધ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો
દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ બેવડી ઋતુ જોવા મળી રહી છે. સવારે ઠંડી, બપોરે આકરો તડકો પડવાના કારણે વાયરલના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. AMCના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં રોજની 7,000 ઓપીડી
સામાન્ય દિવસો કરતા હાલના દિવસોમાં ઓપીડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, અમદાવાદ શહેરના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રતિદિન સરેરાશ 7 હજાર કેસની ઓપીડી નોંધાઈ રહી છે.
ગત 1થી 9 નવેમ્બર સુધી 38 હજાર ઓપીડી નોંધાઈ
એક નવેમ્બરથી નવ નવેમ્બર સુધીની વાત કરવામાં આવે તો 800 થી વધુ તાવ કેસ, 1200 થી વધુ શરદી અને ખાંસીના કેસ નોંધાયા છે. 1 થી 9 નવેમ્બર 2024 સુધી અર્બન સેન્ટર પર 38 હજાર ઓપીડી જોવા મળી હતી તે પણ એક ગંભીર ઘટના ગણાવી શકાય છે.
તાવના 5,000 કેસ અને શરદી ખાંસીના 7,000 કેસ
દિવાળીના તહેવારમાં મીઠાઈ ખાવાના અને બેવડી ઋતુના કારણે છેલ્લા નવ દિવસમાં તાવના 5,000 કેસ અને શરદી ખાંસીના 7,000 કેસ નોંધાયા છે. વાયરલ ઉપરાંત મચ્છર અને પાણીજન્ય કેસ પણ જોવા મળ્યા છે.
1 થી 9 નવેમ્બર સુધી શહેરમાં નોંધાયેલ કેસ
- સાદા મલેરિયા - 24
- ઝેરી મલેરિયા - 10
- ડેન્ગ્યુ - 69
- ચિકન ગુનિયાના - 14
- ઝાડા ઉલટી - 68
- કમળો - 85
- ટાઈફોઈડ - 80
આ પણ વાંચો: