ETV Bharat / state

રાજકોટનો પરિવાર જેસલમેર ફરતો હતો, સો.મીડિયામાં સ્ટેટસ જોઈને ચોરે તિજોરી સાફ કરી નાખી - RAJKOT THEFT CASE

ફરિયાદી જેસલમેર ફરવા જતાં તેઓએ સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરતાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો.

સો.મીડિયામાં સ્ટેટ્સ જોઈને ચોરે કર્યો હાથફેરો
સો.મીડિયામાં સ્ટેટ્સ જોઈને ચોરે કર્યો હાથફેરો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 9:42 PM IST

રાજકોટ: તહેવાર કે વેકેશનમાં ફરવા જાવ ત્યારે ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં પહેલાં ચેતજો, કેમ કે તસ્કરો સોશિયલ મીડિયાના આધારે ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પર અંજામ આપી રહ્યાં છે. તે જ મોડસ ઓપરેન્ડીથી રાજકોટના દેવનગર અને કલાવડ રોડ પર થયેલી ચોરીનો ભેદ LCB ઝોન -2 ની ટીમે ઉકેલી તસ્કરી કરનારને ઝડપીને સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.3.74 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પરિવાર જેસલમેરમાં ફરવા ગયો અને ચોરી થઈ (ETV Bharat Gujarat)

રાજકોટનો પરિવાર જેસલમેર ગયો હતો
મળતી વિગત મુજબ રાજકોટના નાનામવા રોડ પર દેવનગર શેરી નં.6 માં રહેતાં રાહુલભાઈ દાફડાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત 4 તારીખે બપોરના બે વાગ્યે તેમના પરિવાર સાથે રાજસ્થાન ફરવા માટે ગયા હતા. ઘરમાંથી બહાર નીકળતી વખતે તેમણે તાળું મારેલું હતું. તેઓ જેસલમેર હતા ત્યારે પાડોશમાં રહેતાં સંબંધી મામાનો ફોન આવ્યો કે તમારા ઘરમાં તાળા તુટેલા છે અને ચોરી થઈ છે. જેથી તેઓ સહપરીવાર પરત રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા. ઘરે પહોંચીને જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં પ્રવેશતા હોલમાં પડેલી તેમની માતાની પતરાની તીજોરી, તેમજ રૂમમાં રહેલી પત્ની તીજોરી તુટેલ હાલતમાં હતી. જેમાંથી તસ્કર રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.13 મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી.

ચોરીના મુદ્દામાલની તસવીર
ચોરીના મુદ્દામાલની તસવીર (ETV Bharat Gujarat)

બીજા ઘરમાં ચોરી કરીને તાળું બદલી નાખ્યું
તો બીજા બનાવમાં કાલાવડ રોડ પર ગુ.હા.બોર્ડ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં મનસુખભાઇ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માલધારી ફાટક નજીક આવેલા એક્ટીવા પમ્પ નામના કારખાનામાં મજુરી કામ કરે છે. ગત 30 ઓક્ટોબરે તેઓ પરિવાર સાથે મકાનને તાળું મારીને તેમના વતન માંગરોળના મેણજ ગામે દીવાળીનો તહેવાર કરવા રોકાવા ગયા હતા. ત્યાંથી તા. 6 નવેમ્બરે રાત્રે ઘરે પરત આવ્યા ત્યારે તેઓ જે તાળું મારીને ગયા હતા તે તાળાની બદલે બીજું તાળું મારેલ હતું. દરવાજાના લોક નજીકના ભાગે લીસોટાના નીશાન દેખાતા કોઈએ તાળું તોડ્યું હોવાની શંકા ગઈ હતી. બાદમાં પલમ્બર પાસેથી તાળું તોડાવીને ઘરમાં જોતા કબાટનું લોક કોઈએ તોડીને સામાન વેર-વીખેર હતો. જેમાં રાખેલ રોકડા રૂ.6 હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.

સોશિયલ મીડિયામાં ફોટો જોઈને ચોરીને અંજામ આપ્યો
વધુમાં PSI આર.એચ.ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદી જેસલમેર ફરવા જતાં તેઓએ સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરતાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે સમૃદ્ધિ આવાસ યોજના ક્વાર્ટરમાં થયેલ ચોરીના બનાવમાં તે ફરિયાદીના બાજુના ક્વાર્ટરમાં જ રહેતો હતો અને પાડોશી બહાર ગયા તેવી જાણ થતા જ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે લોકોને કર્યા સાવચેત
પોલીસે અપીલ કરી હતી કે, ફરવા જાવ ત્યારે ફોટા કે વિડીયો શેર કરવા નહીં, ઘરની અંદર એક લાઇટ ચાલુ રાખવી. તહેવારોમાં બહારગામ ફરવા જાવ ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, ફરવા ગયેલા હોય ત્યારે પરિવારના ફોટો કે વિડીયો સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મુકવાથી ઘર બંધ હોવાની જાણ થતા ચોરીના બનાવ બને છે. તેમજ ફરવા જાવ ત્યારે પોતાના ઘરે કોઈ કિંમતી દાગીના કે રોકડ રાખવી નહી. તેમજ કિંમતી વસ્તુઓ સુરક્ષિત લોકરમાં રાખવી. ફરવા ગયા હોય ત્યારે ઘરની અંદરની કોઈ પણ એક લાઇટ ચાલુ રાખવી જેથી તસ્કરોને તેવું લાગે કે ઘરમાં કોઈ હાજર છે.

આ પણ વાંચો:

  1. 'બાઈટિંગ છે' મોંઢામાં સીંગ મુકી રુપાલા બોલ્યા, અન્ય નેતાઓની હાહા... હીહી...- Video
  2. 'મારા લગ્ન કરાવો' કહેનાર પુત્રએ 'પહેલા કામ ધંધો કર'ની સલાહ આપનાર પિતાનું ઢીમ ઢાળી દીધું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.