- પ્રેમમાં પાગલ બનેલો યુવાન પરીવાર માટે કાળ બન્યો
- સુરતમાં એક નફટે ત્રીજા ફ્લોર ઉપરથી બે માસૂમોને નીચે ફેંક્યો
- પોલીસે ફરિયાદ લઈ નાગેન્દ્રની શોધખોળની કાર્યવાહી હાથ ધરી
સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો એક યુવક છોકરીના પ્રેમમાં પાગલ બનીને પોતાના જ મોટાભાઈના બે માસુમ બાળકોને એક બાદ એક બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે ફેક્યા હતા. બાળકોને ત્રીજા માળેથી નીચે ફેકનાર પોતાના જ કાકા હતા. ધોરણ 4-5માં અભ્યાસ કરતા છોકરાઓને બિલ્ડીંગમાંથી નીચે ફેકી શખ્સ ભાગી ગયો હતો, પરંતુ થોડા સમય બાદ બે બાળકોમાંથી એક બાળકને હોશ આવતા ઘરે પહોંચી કાકાની સમગ્ર ઘટના પરિવારને જાણ કરી હતી, ત્યારબાદ પરિવાર ધટના સ્થળ પર જઈને બીજા બાળકને તુરંત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
પરીવારના સભ્યનું નિવેદન
જય પ્રકાશ ગૌતમએ(બાળકોના પિતા) જણાવ્યુ કે, મારો ભાઈ મારાથી નાનો છે, અમે કુલ પાંચ ભાઈઓ છીએ, મારા બાકીના ચાર ભાઈયો ગામડે રહે છે અને પાંચમા નંબરનો મારો ભાઈ છોકરી લઈને આવ્યો હતો. તો તે છોકરીને લઈને મારા મામાને ઘરે ગયો, મેં મામાને કહ્યું કે, તેને ઘરમાં રાખશો નહી, ઘરની બહાર કાઢી મુકો અને મેં મારા ભાઈ જોડે પણ વાત કરી. મારા ભાઈને કહ્યું કે, જ્યાંથી તું છોકરી લાવ્યો છો ત્યાં મૂકી આવ, આ બરોબર નથી. તો તેને છોકરીને લઈને ગામડે રહેવા માટે મારા ઘરની ચાવી માંગી, મે ના પાડી. એ પહેલા મને અચાનક જાણ થઈ હતી કે, નાના ભાઈએ પપ્પાનું ગળું દબાવ્યું હતું. ત્યારબાદ ઘરેથી મારો ભાઈ બે મહીના સુધી ભાગી ગયો હતો. હજુ ચાર દિવસ થયા ધરે આવ્યો તેના ઘરે આવતા મે કહ્યું છોકરીને તેના ઘરે મુકી આવ તેના પપ્પાને ખબર પડશે તો બરબાદ થઈ જશુ. તો તેને છોકરીના પિતાને મારી નાખવાની ધમકી આપી.
પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે
બાળકોના પિતા કહ્યુ કે, અમે મિલમાં કામ કરીને મારા પરિવારનું ગુજરાન ચાલવું છું. મારા બન્ને બાળકો સરકારી સ્કૂલમાં ધોરણ-5માં અને એક છોકરો ધોરણ-4માં અભ્યાસ કરી રહ્યો છે. હાલ તેઓ ઘરે ઓનલાઇન શિક્ષણ મેળવે મેળવી રહ્યા છે. પરંતુ પરિવારમાં જ્યારથી મારો નાનો ભાઈ નાગેન્દ્ર આવ્યો ત્યારથી ઘરમાં રોજ કોઈ ને કોઈ ઝગડો કરતો અને તે અમુક સમયે તો નશો કરીને પણ આવતો હતો.
પોલીસમાં ગુન્હો નોંધાવ્યો છે
આ સમગ્ર મામલે જય પ્રકાશ ગૌતમએ પોલીસને જણાવ્યુ કે, મને મારવાની ધમકી તો આપી ન હતી, પરંતુ મારા બાળકોની હત્યા કરવા માટે અને મારા પરિવારની સેફ્ટી માટે મે હુ નાનાભાઈ નાગેન્દ્ર વિરુદ્ધ હત્યાની કોશિશ માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવુ છું. ત્યારબાદ પોલીસે પણ ફરિયાદ લઈ નાગેન્દ્રની શોધખોળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બન્ને બાળકોને હાલ બચાવી લેવામાં આવ્યો છે. તેમજ છોકરાઓની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ જામનગરમાં પરિણીત શખ્સે એક યુવતીને મિત્રતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરીયાદ