ETV Bharat / city

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં હરીપુરા કોઝવે ફરી પાણીમાં ગરક, 12 જેટલા ગામો સંપર્ક વિહોણા - ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી પાણી છોડવાનું શરૂ કર્યું છે. 90 હજાર 230 ક્યુસેક પાણીની આવક સામે 72 હજાર 769 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની નીચાણવાળા વિસ્તારોમાં તાપી નદીમાં પાણીની સપાટી સતત વધતા બારડોલી નજીક હરિપુરા કોઝવે પાણીમાં ગરક થઈ ગયો છે.

Haripura causeway was submerged
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં હરીપુરા કોઝવે ફરી પાણીમાં ગરક
author img

By

Published : Sep 25, 2021, 9:15 PM IST

  • ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
  • પાણીની સપાટી વધતા 12 જેટલા ગામોના સંપર્ક કપાયા
  • 98 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે

બારડોલી, સુરત : શનિવારે સવારથી નદીઓમાંથી પાણી છોડવામાં આવતા કડોદ નજીક આવેલો હરીપુરા કોઝવે ફરી એક વખત ડૂબી ગયો હતો. આ કોઝવે ડૂબી જવાથી માંડવી તાલુકાના 10 થી 12 ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક તૂંટી ગયો હતો. આથી, સાવચેતીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝવે તરફ જવાના રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં હરીપુરા કોઝવે ફરી પાણીમાં ગરક

બીજી વાર ડૂબ્યો કોઝવે

ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે, ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે ડૂબી ગયો હતો. સિઝનમાં બીજી વાર આ કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. કોઝવે પર પાણી ફરી વળતાં 12 જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સંપર્ક કપાયો હતો.

ડેમમાંથી પાણી છોડાતા હરિપુરા ડેમ પ્રભાવિત

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સલામતી ભાગરૂપે ગત (શુક્રવાર) મોડી સાંજથી પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમમાંથી હાલ 98 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી સૌ પ્રથમ બારડોલીનો હરિપુરા કોઝવે પ્રથમ પ્રભાવિત થઈ જાય છે.

ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ જેટલા અને એક દરવાજો 2.5 ફૂટ જેટલા ખોલવામાં આવતા એનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે આ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે. જેને કારણે માંડવી તાલુકાનાં 12 જેટલા ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાય ગયો છે. આ ગામના લોકોએ કડોદ કે બારડોલી આવવું હોય તો મોટો ચકરાવો લેવો પડે છે.

વર્ષો જૂની સમસ્યા

સામાન્ય રીતે અહીં વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે. કારણ કે લો લેવલ કોઝવે હોય જ્યારે ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે, ત્યારે કોઝવે ગરકાવ થઈ જાય છે. જેથી નોકરિયાત વર્ગ, આરોગ્યને લગતી સેવાઓને માઠી અસર થાય છે. હાલ કોઝવે ઉપર પાણી ફરી વળતા કોઝવે તો બંધ થઈ ગયો છે, પરંતુ કોઝવે પરના 12થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તો બંધ કરવાની સાથે કોઝવેની બન્ને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ગામોના સંપર્ક કપાયા

કોઝવે બંધ થવાથી બારડોલી અને કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના 14 ગામો કડોદથી અલગ પડી જતાં લોકોની હાલત દયનીય બની છે. કોઝવે પર પાણી ફરી વળતાં કિનારે વસતા લોકોના જીવ પડીકે બંધાયા છે. કોઝવે પર પાણી ફરી વળતા સામે પારના ગામોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.