- નગરપાલિકાના ડેપ્યુટી કમિશનરનો આદેશ
- કુલ 13 હોસ્પિટલ અને 2 સ્કૂલોને સીલ કરી
- સ્કૂલ-હોસ્પિટલોએ ફાયર સેફટીની નોટિસને કરી નજર અંદાઝ
સુરત: મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે સુરત ફાયર વિભાગને આદેશ કર્યો છે કે શહેરમાં હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, ક્લાસિસ, વગેરે જેવા સ્થળ ઉપર જો ફાયર સેફટીના હોય, NOCના હોય અને તમે આપેલ નોટિસની જે હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, ક્લાસિસે નજર અંદાઝ કર્યો હોય તેને તરત સીલ મારવામાં આવે અને જ્યાં સુધી તેઓ ફાયર સેફ્ટીને લઈને કોઈ પ્રકારની બાંહેધરી ન આપે ત્યાં સુધી આ સીલ ખોલવામાં આવશે નહિ.
આ પણ વાંચો: સુરત કાપડ માર્કેટમાં આગ લાગ્યા બાદ તેને સીલ કરવામાં આવી
સુરત ફાયર વિભાગે સીલ મારેલ હોસ્પિટલ અને સ્કૂલોના નામો.
- સીલ કરેલી હોસ્પિટલો
1.પથિક ચિલ્ડ્રન હોસ્પિટલ
2. પલક હોસ્પિટલ, ઉધના મૈન રોડ
3. વિવેક વિદ્યાલય, ગોડાદરા
4. જ્યોતિ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગોડાદરા
5. રૂગવેદ વુમન હોસ્પિટલ, ગોડાદરા
6. રૂદ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ, ગોડાદરા
7. શ્રેયસ હોસ્પિટલ
8. રાધામા હોસ્પિટલ,
9. નેત્રજ્યોત આઈ હોસ્પિટલ
10. સત્યમ હોસ્પિટલ, ગોડાદરા
11. અમિકૃપા સર્જીકલ હોસ્પિટલ
12. કવિતા નર્સિંગહોમ
13. પાયલ મેટરનિટી હોસ્પિટલ
- સીલ કરેલી સ્કૂલો
1. એચબી હિન્દી વિદ્યાલય, હીરાબાગ .વરાછા.
2. સંસ્કાર વિદ્યાલય, કાપોદ્રા
ફાયર વિભાગે થોડા દિવસ પહેલાં જ ફાયર સેફ્ટીને લઈને હોસ્પિટલોની યાદી વેબ સાઈટ ઉપર મુકી હતી
સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગે શહેરમાં ફાયર સેફ્ટી વગર ચાલતી હોસ્પિટલોની લિસ્ટ વેબ સાઈટ ઉપર મુકી હતી. જોકે શહેરના હોસ્પિટલ ક્લાસિસ કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં ફાયર વિભાગે જયારે ચેકીંગ કર્યું, ત્યારે ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળતી નથી. પહેલા દિવસે સુરત ફાયર વિભાગે હોસ્પિટલને સીલ કરી હતી અને બીજા દિવસે સુરતના કતારગામ, ભટાર, રાંદેર, લિંબાયત ડિંડોલી જેવા અલગ-અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી શોપિંગ કોમ્પલેક્સની દુકાનોને સીલ કરી હતી.