સુરત: હજીરા વિસ્તારમાં આવેલી ઓએનજીસી કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે ૩ વાગ્યે ત્રણ વિસ્ફોટ સાથે આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. ગેસ પાઈપલાઈનમાં ટર્મિનલ 1 અને 2માં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરિસ્થિતિને કાબુમાં લેવા સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં 1 મજૂરનું મોત થયું છે.
સુરત જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ હાઇડ્રોકાર્બન ગેસ લિકેજ થવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ તરફથી આવતી લાઈનને બંધ કરી દેવામાં આવી છે. આગ લાગી છે તે વિસ્તારને ઇમર્જન્સી વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તાર સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને મોટા મોટા ઉદ્યોગો અહીં છે. ત્યારે અચાનક થયેલા ધડકાને કારણે કંપની નજીકના ગામના લોકો ગભરાઈને ઘરની બહાર રોડ ઉપર નીકળી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે પરિસ્થિતિને કાબુમાં લેવા સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટ તરફ જવાના રસ્તા પણ બંધ કરી દેવાયા છે. નોંધનીય છે કે કંપની તરફથી હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.
-
A fire was observed in the Hazira Gas processing plant in the morning today. Fire has been brought under control. There is no casualty or injury to any person.
— ONGC (@ONGC_) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A fire was observed in the Hazira Gas processing plant in the morning today. Fire has been brought under control. There is no casualty or injury to any person.
— ONGC (@ONGC_) September 24, 2020A fire was observed in the Hazira Gas processing plant in the morning today. Fire has been brought under control. There is no casualty or injury to any person.
— ONGC (@ONGC_) September 24, 2020
સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થવાથી આગ લાગી છે. સવારે 3.05 વાગ્યાના અરસામાં 3 બ્લાસ્ટ થયા હતા. હાઇડ્રો કાર્બન ગેસ લીકેજથી આગ લાગી છે. જોકે, હાલ જાનહાની અંગે કહી શકાય તેમ નથી. મુંબઇથી આવતી મેન લાઇનમાં આગ લાગી હોવાથી હાલ આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. ગેસને ડિપ્રેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઇડ્રો કાર્બન પ્રાકૃતિક ગૅસ છે.
મુંબઈ મેન લાઈન અઢીસો કીલોમીટરની છે. પાઇપલાઇનના તમામ 52 વોલ્વ તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ONGCના ત્રણ કર્મચારીઓ હાલ લાપતા છે, જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આ અંગે ONGCએ ટ્વીટ કર્યું કે આગ પર કાબુ મેળવાઇ ગયો છે અને કોઇ જાનહાનીના સમાચાર નથી.