ETV Bharat / city

મ્યુકોરમાઇકોસીસનો કયો વેરિયન્ટને છે સૌથી ઘાતક, જાણો

સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસના 5 વેરિયન્ટ અને તેના જુદા જુદા રંગ મળી આવ્યાં છે. મ્યુકોરમાઇકોસીસના વેરિયન્ટ કઈ રીતે ડોક્ટરો દ્વારા ઓળખવામાં આવે છે અને શા માટે અલગ અલગ રંગ ધરાવે છે. તેમજ કયો વેરિયન્ટ મનુષ્ય માટે સૌથી વધુ ઘાતક છે તે અંગેની જાણકારી કિરણ હોસ્પિટલના ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવિન પટેલે ETV Bharatને આપી હતી.

મ્યુકોરમાઇકોસીસનો કયો વેરિયન્ટને છે સૌથી ઘાતક, જાણો
મ્યુકોરમાઇકોસીસનો કયો વેરિયન્ટને છે સૌથી ઘાતક, જાણો
author img

By

Published : Jun 1, 2021, 4:51 PM IST

  • સુરતમાં મળ્યાં છે મ્યુકોરમાઇકોસીસના 5 વેરિયન્ટ
  • રાઈઝોપ્સ, રાઈઝોમ્યુકર, એપસીડીયા, સિંસીફેલાસ્ટ્રો અને સક્સીન્યા
  • બ્લેક ફંગસ એ મ્યુકોરમાઇકોસીસની પ્રજાતિનું નામ છે

સુરતઃ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસના 5 વેરિયન્ટ મળી આવ્યાં છે. સુરત શહેરમાં દેખાયેલા મ્યુકોરના પાંચ વેરિએન્ટમાં રાઈઝોપ્સ, રાઈઝોમ્યુકર, એપસીડીયા, સિંસીફેલાસ્ટ્રો અને સક્સીન્યા જોવા મળ્યાં છે. સુરતમાં 5 અલગ અલગ વેરિએન્ટ દેખાતા ચિંતા વધી છે. મ્યુકોરમાઇકોસીસના વેરિયન્ટને લઈ સુરત કિરણ હોસ્પિટલના ENT સ્પેશિયાલિસ્ટ ભાવિન પટેલે જણાવ્યું હતું કે, જે રીતે મનુષ્યની પ્રજાતિ હોય છે. જેવા કે ભારતીય, યુરોપિયન અમેરિકન, ઓસ્ટ્રેલિયન હોય છે તે જ રીતે મ્યુકોરમાઇકોસીસની અલગ-અલગ પ્રજાતિ હોય છે. જ્યારે પણ અમે ઓપરેશન કે બાયોપ્સી કરીએ છે ત્યારે દરદીના નાકમાંથી પરું અને ચામડી નાના ટુકડાને કાઢીને લેબમાં મોકલતા હોઈએ છે. તેને એક આર્ટિફિશિયલ વાતાવરણની અંદર વિકસિત કરવામાં આવે છે જેને કલ્ચર કહેવાય છે કલ્ચરની સમયે જે તે સમયે ડીશમાં મુકવામાં આવે છે તેમાં તેનો ગ્રોથ થતો હોય છે. જેમાં ફંગસ વધે છે ત્યારબાદ ફંગસની કોલોની મુજબ તે ફંગસને નામ આપવામાં આવે છે. લોકો બ્લેક ફંગસને મ્યુકોરમાઇકોસીસ કહેતા હોય છે પરંતુ બ્લેક ફંગસએ મ્યુકોરમાઇકોસીસની પ્રજાતિનું નામ છે.

પાંચ વેરિએન્ટમાં રાઈઝોપ્સ, રાઈઝોમ્યુકર, એપસીડીયા, સિંસીફેલાસ્ટ્રો અને સક્સીન્યા જોવા મળ્યાં

રાઈઝોપ્સ, રાઈઝોમ્યુકર વેરિયન્ટ 75 ટકા લોકોમાં જોવા મળે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં મ્યુકોરમાઇકોસીસના 105 ઓપરેશન કર્યા છે જેમાંથી અમે પાંચ પ્રજાતિને શોધી કાઢી છે. આ 5માંથી સૌથી વધુ કોમન કહી શકાય તે રાઈઝોપ્સ, રાઈઝોમ્યુકર છે જે 75 ટકા લોકોમાં જોવા મળે છે અને ત્યારબાદ એપસીડીયા આવે છે. તેમની કોલોની મુજબ તેમને બ્લેક મ્યુકોરમાઇકોસીસ, બ્લુ મ્યુકોરમાઇકોસીસ, વાઈટ મ્યુકોરમાઇકોસીસ અથવા યલો મ્યુકોરમાઇકોસીસ કહેવામાં આવે છે. આ અલગ અલગ નથી તમામની સારવાર પદ્ધતિ એક જ હોય છે.
બ્લેક ફંગસએ મ્યુકોરમાઇકોસીસની પ્રજાતિનું નામ છે

આ પણ વાંચોઃ મ્યુકોર માઇકોસીસના વધી રહ્યા છે કેસ, જાણો શું કહે છે આયુર્વેદ એક્સપર્ટ

સૌથી ઘાતક છે બ્લેક ફંગસ

સાથે તેઓએ જણાવ્યું હતું કે દર્દીઓને ઓપરેશન અને ત્યારબાદ એન્ટિફંગલ ઇન્જેક્શન આપવામાં આવે છે. મ્યુકોરમાઇકોસીસના અલગ અલગ વેરિયન્ટ ભલે હોય પરંતુ સારવાર અને બચવાની રીત એક જ છે. સિંસીફેલાસ્ટ્રો વેરિયન્ટ કે જે બ્લેક ફંગસ છે તે સૌથી વધુ ઘાતક હોય છે કારણ કે આ સૌથી ઝડપથી વ્યક્તિના શરીરના ટિશ્યુને કોતરતી હોય છે. સૌથી કોમન રાઈઝોમ્યુકર જેની ઉપરથી મ્યુકોરમાઇકોસીસ નામ આપવામાં આવ્યું છે જે મોટાભાગે સફેદ અથવા તો પીળા રંગની કોલોની બનાવે છે. અલગ-અલગ વેરિએન્ટની ઘાતકતા ઓછી કે વધારે હોઈ શકે પરંતુ સૌથી વધુ ઘાતક બ્લેક ફંગસ છે. અમે તમામ સેમ્પલ્સ દર્દીના નાક અને સાઇનસમાંથી કાઢ્યાં છે. આ વેરિએન્ટ દર્દીના ચામડીને, આંતરડાને, ફેફસાંને અને અનેક કિસ્સાઓમાં દર્દીના આખા શરીરને અસર પહોંચાડી શકે છે.

વેરિયન્ટ વિશેની જાણકારી કિરણ હોસ્પિટલના ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવિન પટેલે ETV Bharatને આપી

આ પણ વાંચોઃ રાજકોટમાં મ્યુકોર માઇકોસિસ બાદ એસ્પરજીલસ ફૂગનાં કેસમાં પણ થયો વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.