- બાર વર્ષે તરૂણે માત્ર 15 દિવસમાં બે રીક્ષા અને એક ટેમ્પો તેમજ એક બાઈક મળી પાંચ વાહન ચોર્યા
- માત્ર બાર વર્ષની ઉંમરમાં તેને બે પોલીસ મથક વિસ્તારમાંથી બાઇક રિક્ષાને ટેમ્પોની ચોરી કરી
- ચોરી કેવી રીતે કરવી તે અંગે તે મોબાઇલમાં ઓનલાઇન વિડીયો જોતો હતો
સુરત : ડુમસ રોડ પર મગદલ્લા બંદર ખાતે રહેતા પણ બાર વર્ષના તરુણને પિતાએ બાઈક લઈ નહીં આપતા તેણે 15 દિવસમાં ચાર વાહનોની ચોરી કરી હતી. આટલી નાની ઉંમરમાં તેણે હાથી ટેમ્પો અનેક રીક્ષા ઉપરાંત બે બાઈકોની ચોરી કરી હતી. સગીરને ઈચ્છા થાય ત્યાં સુધી તે રીક્ષા કે છોટા હાથી ટેમ્પો ચલાવતો અને બાદમાં પેટ્રોલ ખલાસ થયા બાદ તે જગ્યા પર મૂકી દેતો હતો. વાહનોની ચોરી કરવા માટે તેને મોબાઇલમાં ઓનલાઇન વિડીયો જોઈ ચોરી કરવાનો શીખ્યો હતો. માત્ર બાર વર્ષની ઉંમરમાં તેને બે પોલીસ મથક વિસ્તારમાંથી બાઇક રિક્ષાને ટેમ્પોની ચોરી કરી છે. ચોરી કરવા પાછળનો હેતુ માત્ર ફરવાનું હતો.
આ પણ વાંચો : દુબઈથી અમદાવાદ આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે એરપોર્ટ પરથી ઝડપાયો
ચાવી ની જગ્યા પીન જેવું સાધન નાખીને વાહન ચાલુ કરી વાહનની ચોરી કરતો
આરોપી સગીરના પિતા વેલ્ડિંગ કામ કરે છે. અવારનવાર તે પિતા પાસે બાઈકની માંગણી કરતો હતો. પિતાએ બાઈક નથી અપાવતા તેને આ કૃત્ય આચર્યું. ચોરી કરવા માટે તે રાત્રિના સમયે એકલો નીકળતો હતો જે વાહનના સ્ટેરીંગ ખુલ્લા હોય તેવા બાઇકને ડાયરેક્ટ ચાલુ કરી દેતો હતો.. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે," તે ચાવીની જગ્યા પીન જેવું સાધન નાખીને વાહન ચાલુ કરી વાહનની ચોરી કરતો હતો". પોલીસે 12 વર્ષના સગીરને મગદલ્લા ONGC કોલોની પાસેથી ચોરીની રિક્ષા સાથે ઝડપી પાડયો છે. પોલીસે બે બાઈકો રીક્ષા અને છોટા હાથી ટેમ્પો મળી 2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે.