સુરતઃ શહેરના દેવધ ગામમાં વનિતાબેન સરપંચ પદ પર 95 વોટથી જીતી ગયા છે, ત્યારે તેમને શુભેચ્છા આપવા ત્રણ લોકો આવી રહ્યા હતા, તે દરમિયાન જ આ લોકોની ગાડી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ લોખાંડના પાઈપ અને ધારદાર હથિયાર વડે હુમલો (Fatal attack on People in Surat) કર્યો હતો. સાથે જ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી હતી, તો ગાડીમાં બેઠેલા રણવીરસિંહ વાસિયા અને 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં (Attack on Sarpanch supporters in Devadh village) ખસેડવામાં આવ્યા હતા. ગોડાદરા પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. અત્યારે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં (Tight security of Godadra police in the village) આવ્યો છે.
આ પણ વાંચો- Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રીએ કહ્યુ, પ્રતિસ્પર્ધીઓ કદાચ હાર ભાડી ગયા હોય, મારા ઉપર હુમલો કર્યો
ઘટના બાદ ગ્રામજનો પહોંચ્યા ગોડાદરા પોલીસ સ્ટેશન
દેવધગામમાં જીતેલા સરપંચને શુભેચ્છા આપવા ગયેલા ત્રણ લોકોને તેમની ગાડી રોકી તેમને ગાડીમાંથી બહાર કાઢી માર મારવામાં આવ્યો હતો. તો મોટી સંખ્યામાં ગ્રામજનો ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે જવાબદાર સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી જોકે, આ પહેલા જ પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Tight security of Godadra police in the village) ગોઠવી દીધો હતો.
આ પણ વાંચો- Gram Panchayat Election 2021: પૂર્વે ઉનાઈના ચરવીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો
ઘરમાં આવી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપીઆ બાબતે ઈજાગ્રસ્ત અંજનાબેને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ અમે વનિતા રાજેશ પટેલ કે, જેઓ દેવધગામમાં 95 વોટથી વિજેતા થયા છે. અમે તેમના સમર્થકો છીએ અને તેમને શુભેચ્છા આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અમારા વિપક્ષમાં રબારી પરિવારમાં હારી ગયેલા શિલ્પા રબારીના લોકોએ અમારી ઉપર જીવલેણ હુમલો (Attack on Sarpanch supporters in Devadh village) કર્યો હતો. તથા થોડા દિવસ પેહલા પણ ઘરે આવી ધાકધમકીઓ આપી હતી અને ગતરોજ પરિણામ આવ્યા બાદ વનિતા રાજેશ પટેલ વિજય થયા હતા.
વિપક્ષના સમર્થકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ
આથી વિપક્ષના સમર્થકોએ ઘરમાં આવી અપશબ્દો કહ્યા અને મારી નાખવાની ધમકી (Threats to Sarpanch supporters in Devadh village) આપી હતી, જેને લઈને અમે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હરગોવિંદ રબારી અને તેમનાં સાથી મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા હતા. આ જ સમયે અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હાલ પોલીસે ગુનો નોંધી લીધો છે.