ETV Bharat / city

ઉકાઈ ડેમમાં 145101 ક્યુસેક પાણીની નવી આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર - ઉકાઈ ડેમમાં વોટર લેવલ

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં વધારો થયો છે. 145101 ક્યુસેક પાણીની નવી આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ઘણા સમયથી ઉપરવાસમાં વરસાદ ન હોવાના કારણે ડેમમાં નવા નીરની આવક ઓછી હતી.

ઉકાઈ ડેમમાં 145101 ક્યુસેક પાણીની નવી આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર

author img

By

Published : Sep 9, 2021, 1:51 PM IST

  • ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક
  • ઘણા સમયથી ઉપરવાસમાં વરસાદ ન હોવાના કારણે ડેમમાં નવા નીરની આવક ઓછી
  • ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે

    સુરત : ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમની સપાટી વધી છે.ઉકાઈ ડેમની સપાટી હવે 334.48 ફૂટ પર પહોંચી જયારે ઉકાઈ રૂલ લેવલ 340 ફુટ છે જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે.

    બીજા દિવસે પણ વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અચાનક જ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આજે પણ ત્રણ કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ

આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે. જેને કારણે ગુજરાત આખાની તરસ છીપાશે અને વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. તો બીજી તરફ સુરતમાં આજે પણ અંધારપટ વાતાવરણ સર્જાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નોકરીધંધે જતા લોકો અટવાયા હતાં. લોકોને અચાનક વરસાદ વરસતા પલળી જવાયું હતું. બીજી તરફ મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

ઉધના વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં. જયારે સલાબતપુરા પોલીસ સ્ટેશન નજીક પણ પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા વાહનચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કેટલીક જગ્યાએ શ્રીજીની પ્રતિમાનું વેચાણ થઇ રહ્યું હતું. પરંતુ અચાનક ધોધમાર વરસાદને લઈને શ્રીજીની પ્રતિમા પલળી ન જાય તે માટે પણ લોકો દોડતાં થયા હતાં. જોકે સુરતમાં વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લાના વાપીમાં અનરાધાર વરસ્યો મેઘ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદમાં પાણી જ પાણી

આ પણ વાંચોઃ વેધર વોચ : આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાર વરસાદ ૫ડવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.