ETV Bharat / city

રાજ્યના જિલ્લાઓમાં ઑક્સિજનની પુરવઠા અને સ્થિતિ અંગેનો ETV ભારતનો રિયાલીટી ચેક - ઑક્સિજનની પરિસ્થિતિ

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક બની છે જેમાં મોટાભાગના દર્દીઓને ઑક્સિજન આપવાની જરૂર પડી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ETV ભારતે રાજ્યના કેટલાક જિલ્લામાં ઑક્સિજનની સ્થિતિ અંગે રિયાલિટી ચેક કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં જુદા જુદા સેન્ટર પરથી મહત્વની માહિતી મળી હતી.

ઑક્સિજનની પુરવઠા અને સ્થિતિ અંગેનો ETV ભારતનો રિયાલીટી ચેક

author img

By

Published : Apr 22, 2021, 10:12 PM IST

  • રાજ્યમાં વકરી રહ્યો છે કોરોનાનો કહેર
  • ઑક્સિજનની સ્થિતિ અંગે રિયાલીટીચેક
  • ઑક્સિજનની સ્થિતિની કરી તપાસ

ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્રના નાસિકમાં ઑક્સિજન ટેન્કરમાં થયેલા લીકેજ બાદ 22 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા જે બાદ ETV ભારતે ગુજરાતમાં હોસ્પિટલ્સની સ્થિતિ શું છે તેનો રિયાલીટી ચેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ રીયાલિટી ચેકમાં સૌથી પહેલા વાત કરીએ આણંદ જિલ્લાની. તો આણંદમાં અપરા હોસ્પિટલમાં પણ 3 ઑક્સિજનના પ્લાન્ટ છે આથી તેઓ પોતાની જરૂરતનો 60 ટકા ઑક્સિજન જાતે જ ઉત્પાદિત કરે છે. બાકીનો 40 ટકા જથ્થો તેઓ બહારથી ખરીદે છે. આ હૉસ્પિટલમાં નડીયાદ, બોરસદ,ખંભાત અને અન્ય મોટા જિલ્લામાં જો જગ્યા ન હોય તો ત્યાંથી પણ પેશન્ટ ઠલવાય છે અને અ ત્યારે આ હૉસ્પિટલનાં 90 ટકા પેશન્ટ ઑક્સિજન પર છે. ETV ભારતે હોસ્પિટલ ઉપરાંત આણંદ જિલ્લાના ઑક્સિજનના મુખ્ય વિક્રેતા સાથે વાત કરી હતી જેઓએ જણાવ્યું હતું કે અમારી પાસે 3 થી 4 ટન ઑક્સિજનની ઉત્પાદન ક્ષમતા છે અને 20 ટન લિક્વિડ ઑક્સિજનની સંગ્રહ ક્ષમતા વાળી ટેન્ક છે. અત્યારે જામનગર અને વડોદરાથી ઑક્સિજન આયાત કરવામાંઆવે છે. અગાઉ જિલ્લામં 6 ટન જેટલા ઑક્સિજનની જરૂર હતી જે હવે વધીને 18 થી 20 ટન જેટલો થયો છે. એપ્રિલ મહિનામાં ઑક્સિજનનો ઉપયોગ 34 ગણો વધ્યો છે. જો આગામી દિવસોમાં ઑક્સિજનની માંગ વધશે તો જિલ્લામાં અછત સર્જાઇ શકે છે.

જામનગરમાં એક મહિના સુધી ચાલે તેટલો છે જથ્થો
આણંદ બાદ ETV ભારતે રિયાલિટી ચેક કર્યો જામનગર જિલ્લામાં જ્યાં સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ છે કે સારવાર માટે જગ્યા હવે જગ્યા રહી નથી રહી નથી. પણ જિલ્લામાં ઑક્સિજનનો જથ્થો પણ એક જ મહિનો ચાલે એટલો છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજનની પુષ્કળ પ્રમાણમાં જરૂર પડી રહી છે. ત્યારે જામનગરની ગુરુગોવિંદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓક્સિજનની અછત નિવારવા માટે મોરબીની ખાનગી કંપની પાસેથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. આ ઑક્સિજનનો સંગ્રહ નવી બનાવવામાં આવેલી 20,432 લિટરની કેપેસિટી ધરવાતી ટેન્કમાં કરવામાં આવે છે. આ ટેન્ક નવી હોવાના કારણે તેની નળીઓ નવી છે આથી લિકેજની કોઇ શક્યતા દેખાઇ રહી નથી અને સરળતા પૂર્વક કોવિડ હૉસ્પિટલ સુધી ઑક્સિજન પહોંચાડવામાં આવે છે.

વધુ વાંચો: કામરેજ અને પલસાણાના 13 ગામમાં શુક્રવારથી આંશિક લોકડાઉન

સુરતમાં રોજ 250 ટન ઑક્સિજનની છે જરૂર
સુરત કે જ્યાં રોજ 2,000થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે ત્યારે અહીં ઑક્સિજનની જરૂરીયાત પણ વધારે રહે છે. અહીંયા રોજ 250 ટન ઑક્સિજનની જરૂરિયાત પડે છે. જેને પૂર્ણ કરવા માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઑક્સિજનની લિક્વિડ ટેન્ક ઉભી કરવામાં આવી છે. નાસિકની ઘટના બાદ સુરક્ષાના આશયથી ઑક્સિજન પૂરી પાડતી સંસ્થા એ.ડી.મોરે સન્સ એજન્સીના માલિક આત્મારામ મોરેએ ETV ભારતને જણાવ્યું હતું કે, તમામ જગ્યાએ એન્જિનિઅર્સની ટીમ તૈનાત હોય છે. આ ઉપરાંત ફાયરબ્રિગેડની ગાડી ઊભી કરવામાં આવે છે. 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે અને ટેમ્પરેચર્ મેઇન્ટેન કરાય છે અને રિફિલિંગ સમયે તેઓ જાતે જ સ્થળ પર હાજર રહે છે.

વધુ વાંચો: ડાંગ જિલ્લામાં 14 એક્ટિવ કેસ, 6 દર્દીઓને અપાઇ રજા

જૂનાગઢમાં ઑક્સિજનની સ્થિતિ છે સારી
ETV Bharatએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઑક્સિજન સપ્લાય સેન્ટરમાં રિયાલીટી ચેક કર્યો હતો. જેમાં ઑક્સિજનના પુરવઠા તેમજ તેને દર્દી સુધી પહોંચતો કરવા માટેની તમામ ટેક્નિકલ વ્યવસ્થા આજના દિવસે સંપૂર્ણ સુરક્ષિત અને સાવચેતી ભરી લાગી હતી. અત્યારે જિલ્લામાં ઑક્સિજનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દર્દીઓને આજ દિવસ સુધી દર્દીઓને ઑક્સિજનની અછત ભોગવવી પડી હોય તેવો કોઇ જ કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો નથી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આગામી દિવસોમાં ઓક્સિજનનો પ્લાન્ટ પણ કાર્યરત કરી રહી છે જેને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ દર્દીઓને વધુ સારી રીતે સારવાર આપી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.