- સુદામા ચોક પાસે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો
- ગાડીમાં બેસેલા 3ને ઈજા પહોંચી
- 108 મારફતે સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા
સુરત: મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે સવારે 5:30 વાગે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બાઈકમાં આગ લાગી ગઈ હતી. જોકે, ગાડી પાલટી મારી ગઈ હતી. બાઈકમાં આગ લાગવાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ત્યાં પહોંચીને બાઈક ઉપર લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક અને ગાડીમાં બેસેલા 3ને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: સુરતમાં ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત, ઘટના CCTVમાં કેદ
ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી
સુરત મોટા વરાછા વિસ્તારમાં આજે વહેલી સવારે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન બાઈકચાલક ઢળી પડ્યો હતો. જોકે, બાઈકચાલકને ઇજા પહોંચતા જ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. બીજી બાજુ ગાડી પલટી મારી ગઈ હતી. તે દરમિયાન ત્યાંના સ્થાનિકો દ્વારા ગાડીમાં બેઠેલા 3ને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
બાઈક સ્લીપ થતા જે ઘર્ષણ થયું તેના કારણે આગ લાગી
ફાયર વિભાગે અકસ્માત બાબતે જણાવ્યું હતુ કે, બાઈક સ્લીપ થવાથી ઘર્ષણ થવાને કારણે આગ લાગી હતી અને ઓઇલ ઢોળાવાને કારણે આગ વધારે લાગી હતી. ગાડીમાં બેઠેલા 3 વ્યક્તિઓ પૈકી 2ને ગંભીર ઇજા પહોંચી છે. વરાછા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી.
આ પણ વાંચો : ઉંડેરા ગામ પાસે ગાયે અડફેટે લેતાં વૃદ્ધ મોપેડચાલકને ગંભીર ઈજાઓ પહોંચી