- સુરતમાં કોરોના વેક્સિનના વધામણા
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રહ્યા ઉપસ્થિત
- વેક્સિન રિજિનલ સ્ટોર પર રાજકારણીઓ અને તંત્રના અધિકારીઓ રહ્યાં હાજર
સુરતઃ કોરોના વેક્સિનના વધામણા કરવા માટે બુધવારે સુરત વેક્સિન રિજિનલ સ્ટોર પર રાજકારણીઓ અને તંત્રના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ આ વેક્સિન સ્ટોર પર હાજરી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ એક સ્વદેશી વેક્સિન છે. આપણા દેશના વૈજ્ઞાનિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપોર્ટના કારણે ખૂબ જ ઝડપથી બનાવી શક્યા છે. આપણા દેશની વસ્તીના પ્રમાણમાં જથ્થો પણ વધારે જોઈએ ત્યારે આ તમામ મહત્વપૂર્ણ તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વેક્સિનેશન મફતમાં આપી શકાય એ માટે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વ્યવસ્થામાં લાગ્યા છે અને રાજ્યની પ્રજાને એક પણ રૂપિયો આપ્યા વગર વેક્સિનેશન મળે અને લોકોના મનમાં જે કોરોના પ્રત્યે ડર છે. તે દૂર થશે જેથી લોકો સુરક્ષિત જીવી શકશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મને જાણકરી છે કે કોરોનાથી કોંગ્રેસના પણ કેટલાય નેતાઓ કોરોના ગ્રસ્ત થયા હતા. એમને સારવાર પણ કરાવી હતી. આજે આ દેશની અંદર તેમને સારવાર પણ મળી હતી અને સાજા પણ થયા છે. જ્યારે આ વેક્સિનના કારણે લોકો સુરક્ષિત થતા હોય એની ટીકા કરવી એના માટે હું કોઈ શબ્દ વાપરી શકતો નથી. ટીકા કરવાનો વિચાર જેમના મનમાં આવે તેમના માટે હું કશું કહેવા માંગતો નથી.