ETV Bharat / city

સીટેક્ષ એક્ષ્પો : લોકડાઉન બાદ રાજ્યમાં સૌપ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન ચેમ્બર દ્વારા સુરતમાં યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 9, 10 અને 11 જાન્યુઆરી, 2021ના રોજ સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ત્રિદિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો– સીટેક્ષ–2021 ’ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

સીટેક્ષ એક્ષ્પો
સીટેક્ષ એક્ષ્પો
author img

By

Published : Dec 26, 2020, 4:51 PM IST

  • સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો– સીટેક્ષ–2021 ’ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાયું
  • 9, 10 અને 11 જાન્યુઆરી, 2021ના રોજ યોજાશે એક્ષ્પો
  • સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે યોજાશે ફિઝિકલ એક્ઝિબિશન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 9, 10 અને 11 જાન્યુઆરી, 2021ના રોજ સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ત્રિદિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો– સીટેક્ષ–2021 ’ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સીટેક્ષ’શ્રેણીનું પાંચમું પ્રદર્શન

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા સમગ્ર ટેક્ષ્ટાઇલ સેક્‌ટરને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’શ્રેણીનું પાંચમું પ્રદર્શન જાન્યુઆરી, 2021 માં યોજાશે. જેમાં ટેક્ષ્ટાઇલ મશીનરી અને તેના સંબંધિત એન્સિલરી, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડિંગ મશિનરી તથા એસેસરિઝ, ટેક્સટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેક્સટાઇલ મશીનરી અને એસેસરિઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેક્‌ટર્સને આવરી લેવામાં આવશે.

સીટેક્ષ એક્ષ્પો
લોકડાઉન બાદ રાજ્યમાં સૌપ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન ચેમ્બર દ્વારા સુરતમાં યોજાશે

લેટેસ્ટ ટેક્સટાઇલ મશિનરી અને એન્સિલરી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– 19ને કારણે લોકડાઉન બાદ રાજ્યભરમાં પ્રથમ વખત ફિઝિકલ એક્ઝિબિશન તરીકે ચેમ્બર દ્વારા સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 10500 સ્ક્‌વેર મીટર એરિયામાં સીટેક્ષ પ્રદર્શન યોજાશે. જેમાં ટેક્ષ્ટાઇલના વિવિધ સેકટરના 100થી વધુ એક્ઝિબિટર્સ લેટેસ્ટ ટેક્સટાઇલ મશિનરી અને એન્સિલરીનું તથા મેન્યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિક્‌સના ઉત્પાદનો પ્રદર્શિત કરશે. આ મશીનરીમાં એરજેટ લૂમ્સ, વોટરજેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, સકર્યુલીંગ નીટીંગ, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનનો સમાવેશ થાય છે. ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશી સીટેક્ષ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

વિયેતનામ, બાંગ્લાદેશ અને શ્રીલકાંના વિઝિટર્સને આમંત્રણ અપાયું

સીટેક્ષ– 2021ના ચેરમેન હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, બીટુબી ધોરણે યોજાનારા સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ઇલેક્‌ટ્રોનિક જેકાર્ડનું પ્રદર્શન કરાશે. સાથે જ વેલવેટ મશિનો આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ એક્ઝિબિશનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિયેતનામ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના વિઝિટર્સને પણ આમંત્રિત કરાયા છે. કોવિડ– 19ની વર્તમાન પરિસ્થિતિ હળવી થશે અને ઇન્ટરનેશનલ ફલાઇટ્‌સ શરૂ થાય તો તેમને સીટેક્ષની મુલાકાત લેશે. આ તમામ દેશોના ટ્રેડ એન્ડ કોમર્સના કોન્સ્યુલેટ ઓફિસના પ્રતિનિધીઓ પણ સીટેક્ષ એક્ષ્પોની મુલાકાતે આવશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન જ કરવામાં આવશે.

સીટેક્ષમાં દેશના અન્ય રાજ્યોના શહેરો જેવા કે ઇચ્છલકરંજી, માલેગાંવ, ઇરોડ, તિરૂપુર, સેલમ, કોઇમ્બતુર, ભીવંડી, મુંબઇ, લુધિયાના, પંજાબ અને પાનીપતથી ટેક્ષ્ટાઇલના ઉદ્યોગપતિઓ મુલાકાતે આવશે. ચેમ્બર દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં કોવિડ–19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આથી પ્રદર્શનના સ્થળે સ્પોટ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન જ કરવામાં આવશે. સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને દેશભરના ટેક્ષ્ટાઇલ એસોસિએશનોનો સહકાર પ્રાપ્ત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.