સુરત ઘારી અને સુરતી ભુસુ ખાઈને ચંદી પડવાની (Surat Chandi Padwa) ઉજવણી સુરતીલાલાઓ વર્ષોથી (chandi padvo festival) કરતા આવ્યા છે, ત્યારે આ વખતે ચંદી પડવા નિમિત્તે શહેરમાં અનેક ફ્લેવર્સ વાળી ઘારીઓ જોવા મળશે. જેમાં વિઘન ફ્લેવર્સ (Ghari flavor) વાળી ઘારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છેે. શહેરના એક મીઠાઈ વિક્રેતા દ્વારા અનોખી ઘારી બનાવવામાં આવી છે. વિઘન આ ઘારી માટે દેશના અનેક રાજ્યોમાંથી ઓર્ડર આવવા લાગ્યા છે. જોકે આ ઘારી દૂધમાંથી બનતી કરતા મોંઘી હોય છે. આ ઘારી 820 અને 880 રૂપિયે કિલો મળે છે. (ghari in surat)
વિધન વર્ગ માટે જ વિઘન ઘારી વિઘન ઘારી બનાવનાર મીઠાઈ વિક્રેતા વિશાલ ઠાકોરે જણાવ્યું હતું કે, હવે મોટાભાગના લોકો દૂધ અને દૂધમાંથી બનતી બનાવટોને ખાવાનું ટાળી રહ્યા છે. જેના કારણે અમે પણ હવે લોકોની પસંદને ધ્યાનમાં રાખીને દૂધ વગરની તેના માવા વગરની ઘારી બનાવવાનું શરૂ કર્યું છે. પ્રયાસ સંસ્થાના દર્શન દેસાઈએ વનસ્પતિમાંથી કઈ રીતે ઘી બનાવાય અને કઈ રીતે દૂધ વગરની ઘારી બને તેના પર અમારી સાથે રિસર્ચ કર્યું અને અમારો પ્રયોગ સફળ રહ્યો. આપણા ત્યાં એક એવો વર્ગ છે કે જે દૂધ અને દૂધની બનાવટો ખાવાનું ટાળે છે અને તેને વિઘન કહેવામાં આવે છે. આ વિધન વર્ગ માટે જ વિઘન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની વિશેષતા એ છે કે આ ઘારીમાં દૂધનો માવો કે દૂધના ઘીનો ઉપયોગ કરવામાં આવતો નથી. (New flavor ghari in surat)
પચવામાં પણ સરળ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સંપૂર્ણપણે દૂધથી બાકાત રાખવામાં (Vighan Ghari) આવે છે. આ ઘારીમાં કાજુના માવાનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ વનસ્પતિમાંથી બનાવવામાં આવતાં ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગે એથલીસ્ટ અને ખેલકૂદ સાથે સંકળાયેલા લોકો વિઘન હોય છે અને તેઓ વિઘન ઘારી ખાવાનું પસંદ કરે છે તેઓનું માનવું એવું છે કે આનાથી તેઓમાં સ્ફૂર્તિ રહે છે અને હેલ્થી રહે છે. વિઘન ઘારી ખાવામાં પણ હલકી હોય છે પચવામાં પણ સરળ હોય છે. How to make Surti Ghari, Chandi Padwa 2022