- લૂંટારુઓ હિન્દીમાં બોલતાં હતાં
- લૂંટારુઓએ તમંચો મેનેજરના લમણે મૂકી ચલાવી લૂંટ
- 10 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર
બારડોલી: મંગળવારના રોજ બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે આવેલી ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની શાખા ઉપર (Bank robbery) બપોરે 1.30 વાગ્યાની આસપાસ બેન્કમાં અન્ય ગ્રાહક હાજર ન હતાં. ત્યારે ત્રણ અજાણ્યા હિન્દીભાષી શખ્સો મોઢે માસ્ક પહેરી બેન્કમાં ધસી આવ્યાં હતાં. જે પૈકી બેના હાથમાં તમંચા જેવુ હથિયાર હતું. કર્મચારીઓને અપશબ્દો બોલી મેનેજરના લમણે તમંચો ટેકવી તમામ કર્મચારીઓને બાનમાં લઈ બેન્કની અંદર આવેલા લૉકર રૂમમાં પૂરી દીધાં હતાં અને ત્યારબાદ કેશિયરને કેશ કેબિનમાં લઈ જઈ અંદાજિત 10.40 લાખ રૂપિયાની લૂટ (Robbery at Surat District Co-operative Bank in Mota village) ચલાવી બહાર નીકળ્યા બાદ મોટર સાયકલ લઈને હલધરું ગામ તરફ ભાગી છૂટ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા
કર્મચારીએ ગ્રામજનો તેમજ (Bank robbery) પોલીસને જાણ કરતાં બારડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન અને જિલ્લા LCB - SOG તેમજ બારડોલી ડિવિઝનના અન્ય પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે. બીજી તરફ બારડોલી પોલીસે બેન્ક મેનેજર જતીનભાઈ રબારીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
પાંચથી સાત મિનિટમાં લૂંટ કરી ફરાર
ત્રણ અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યાં હતાં અને બેન્કમાં ઘૂસી જઈ તમંચાની અણીએ લૂંટ ચલાવી હતી. પાંચથી સાત મિનિટમાં કેશ કાઉન્ટરમાંથી 10.40 લાખ રૂપિયા જેટલી લૂંટ (Robbery at Surat District Co-operative Bank in Mota village) કરી નાસી છૂટ્યાં હતાં. નસવા જતાં લૂંટારુઓની બાઈક ચાલુ થઈ શકી ન હતી અને અંદરથી બીજી ચાવી લાવીને બાઇક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઇક ચાલુ ન થતાં અંતે બાઇક ઘસડીને લઈ ગયા હતાં જે ઘટના પણ બેન્કથી 100 મીટર દૂર આવેલા એક ઘરના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ બાઇક ચાલુ થઈ જતાં ત્રણેય લૂંટારુઓ હલધરું ગામ તરફ જતાં રહ્યાં હતાં.
લૂંટ પહેલા રેકી કરી હોવાની સંભાવના
લૂંટારુઓ 28થી 32 વર્ષની વયના હોવાનું જણાઇ આવ્યું છે. લૂંટની (Robbery at Surat District Co-operative Bank in Mota village) મોડસ ઓપરેન્ડી જોતાં લૂંટારુઓ પ્રોફેશનલ હોવાની શક્યતા નહિવત રહેલી છે. જે રીતે ખખડધજ મોટર સાયકલ લઈને લૂંટારુઓ આવ્યાં હતાં તે જોતાં આ શક્યતા ઓછી રહેલી છે. બીજી તરફ લૂંટની (Bank robbery) ઘટનાને અંજામ આપ્યાં પહેલા જ રેકી થઈ હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ગ્રામજનો બેન્કની સામે આવેલ ચોરા પર બેઠેલાં ન હતાં. બપોરના સમયે સ્થાનિકોની હાજરી ન હોય અને બેન્કમાં ગ્રાહક પણ ન હોય તેનો લાભ લૂંટારુઓ ઉઠાવી ગયાં હતાં.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
મોતાથી હલધરું તરફ જતાં અલગ અલગ આંતરિક રસ્તાઓ પર પોલીસે તપાસ હાથ ધરી છે. આ રસ્તાઓ પર હલધરૂ ઉપરાંત બગુમરા વિસ્તારમાં પરપ્રાંતીયોની ગીચ વસ્તી આવેલી છે અને લૂંટારુઓ (Bank robbery) પણ એ તરફ જ ગયા હોય પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ બેન્ક તથા આજુબાજુમાં આવેલા સીસીટીવી કૅમેરા તેમજ અન્ય માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સલામતીની યોગ્ય વ્યવસ્થાના અભાવે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક ચોર લૂંટારુઓ માટે સરળ ટાર્ગેટ
સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક સલામતીની વ્યવસ્થા ખૂબ જ નબળી હોઇ ચોર અને લૂંટારુઓ સરળતાથી ટાર્ગેટ બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં થયેલી એટીએમ તોડવાની અને તેમાંથી રોકડ ચોરી થવાની ઘટનામાં સૌથી વધુ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક એટીએમ ટાર્ગેટ (Bank robbery) બન્યાં છે. મોટાભાગની શાખાઓ પર અને એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી ચોરો માટે તે સરળ ટાર્ગેટ છે. બેન્કના અધિકારીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને માત્ર શાખા વધારવામાં જ રસ છે. જેટલી ઝડપથી શાખાઓ અને એટીએમની સંખ્યા વધારવામાં આવી તેની સામે સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
આ રીતે આપ્યો ઘટનાને અંજામ
લૂંટારુઓ બપોરે 1.39 વાગ્યે બેન્કની શાખામાં પ્રવેશ કરે છે અને પ્રવેશતાની સાથે જ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કર્યા બાદ એક લૂંટારુ બેન્ક મેનેજરના લમણે પિસ્તોલ મૂકી તમામ કર્મચારીઓને અંદરના રૂમમાં લઈ જાય છે. ત્યારબાદ કેશિયરને સાથે રાખી કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમ લૂંટી (Robbery at Surat District Co-operative Bank in Mota village) લઈને નાસી છૂટે છે. બહાર નીકળ્યા બાદ બાઇક ચાલુ કરવાનો પ્રયાસ કરે છે પણ બાઇક ચાલુ થઈ શકતી ન હોય લૂંટારુઓ થોડે સુધી દોડે છે અને ત્યારબાદ બાઇક ચાલુ થઈ જતાં તેઓ હલધરું રોડ તરફ નાસી છૂટે છે. આ સમગ્ર ઘટનાક્રમ 5 થી 7 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે.
અલગ અલગ દિશામાં તપાસ શરૂ
બારડોલી PI. પી.વી. પટેલે જણાવ્યું હતું કે, બેન્કમાંથી અંદાજિત 10 લાખ રૂપિયાની લૂંટ (Bank robbery) થઈ છે. હાલ બેન્ક મેનેજરની ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. લૂંટારુઓનું પગેરું શોધવા માટે પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ મોરબીમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા, દિલ્હી સ્પેશિયલ સેલે કરી ધરપકડ