સુરતમાં ધંધાકીય અદાવતને લઈ અન્ય જૂથના લોકો દ્વારા યુવક પર જીવલેણ હુમલો - surat news
લૉકડાઉન વચ્ચે પણ સુરતના ઉધના વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. ધંધાકીય અદાવતને લઈ અન્ય જૂથના લોકો દ્વારા યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
સુરત : લૉકડાઉન વચ્ચે પણ સુરતના ઉધના વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. ધંધાકીય અદાવતને લઈ અન્ય જૂથના લોકો દ્વારા યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બારથી વધુ લોકોની અટકાયત કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ બંને જૂથ વચ્ચે પથ્થરમારાની વાત સામે આવી હતી, જે વાતને પોલીસે રદીયો આપ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તામાં સર્ચ કરતા ઘાતક હથિયારો સહિત વિદેશી દારૂની બોટલો હુમલાખોરોના ઘરોમાંથી મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી બાર જેટલા લોકોની અટકાયત કરી ઘરોમાં સર્ચ કર્યું હતું. જ્યાં હુમલાખોરોના ઘરોમાંથી તલવાર, ધારીયા સહિત ઘાતક હથિયારો અને દારૂની બોટલો મળી આવી હતી.જે પોલીસે કબ્જે લઈ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડયો હતો.