- ઓક્સિજન ટેન્ક લઈને આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
- ઓટો રિક્ષા ચાલકે ટેન્ક વાહનને રસ્તો આપ્યો ન હતો
- પોલીસ કોન્સ્ટેબલ ઓટોરિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી
સુરત: હજીરાથી ઓક્સિજન ટેન્ક વાહન લઈ આવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર લાકડાના ફટકા વડે રિક્ષાચાલકે હુમલો કર્યો છે. હેડકવાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ માનસિંગભાઈ ખરબાભાઈ ગામીત હજીરા ખાતેથી ઓક્સિજન ટેન્ક સાથે પોલીસ બંદોબસ્તમાં હતા. દરમિયાન ઓટો રિક્ષા ચાલકે ઓક્સિજન ટેન્ક વાહનને રસ્તો નહીં આપતા માનસિંગભાઈ અને રિક્ષાચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ માનસિંગ ઓક્સિઝન ટેન્ક્સ લઈ જતા રહ્યા હતા. રિક્ષા ચાલકે માનસિંગભાઈનો પીછો કરીને બોમ્બે માર્કેટ ખાતે લાકડાના ફટકા વડે હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા. ઘટનામાં પુણા ગામ પોલીસે રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો: લોકડાઉનનું અમલવારી કરાવનાર પોલીસ જવાન પર હુમલો, પિતા-પુત્રની ધરપકડ
માનસિંગભાઈને PI પોલીસ વાહનમાં લઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા
હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા માનસિંગભાઈ હજીરા ખાતે ઓક્સિઝન ટેન્ક્સ લઈને આવી રહ્યા હતા. એ દરમિયાન પાલ અડાજણ ખાતે ઓટો રિક્ષા ચાલકે ઓક્સિજન ટેન્ક વાહનને રસ્તો નહીં આપતા માનસિંગભાઈ અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલીની અદાવત રાખીને ઓટો રિક્ષા ચાલકે માનસિંગભાઈનો પીછો કર્યો હતો. દરમિયાન માનસિંગ માનસિંગભાઈ અને ટેન્કના ડાઇવર ઓક્સિજન વાહનનું વજન કરવા બોમ્બે માર્કેટ પાસે ગયા હતા. વજન કરી માનસિકભાઈ નાસ્તા કરવા ઉભા હતા. ઓટો રીક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ એકાએક માનસિંગભાઈ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક PI દોડી આવ્યા હતા. માનસિક ભાઈને PI પોલીસ વાહનમાં લઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ માનસિંગભાઈને માથાના ભાગમાં અને હાથના ભાગમાં ઇજા પહોંચી છે.
આ પણ વાંચો: ભારતીય સેના પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો
પુણા પોલીસે રીક્ષા ચાલક સહિત 3 લોકોની અટકાયત કરી
પુણા પોલીસે ઓટો રિક્ષા સહિત 3 લોકો વિરુદ્ધ 307 મુજબનો ગુનો દાખલ કરીને 3 લોકોની અટકાયત કરી છે. લુખ્ખા તત્વો સામાન્ય માણસો પર અત્યાચાર તો કરતા જ હોય છે પણ હવે તો પોલીસનો ખોફ ન હોય પોલીસ પર જ લુખ્ખા તત્વો હુમલો કરી રહ્યા છે.