- સુરતના એક વેપારીએ ઓક્સિજનની બોટલ નિ:શુલ્ક આપવાનો કર્યો નિર્ણય
- ઘણા લોકોને તેઓએ ઑક્સિજનની બોટલ આપી પણ દીધી છે
- હજી પણ જરૂરિયાત હશે તો ઓક્સિજનની બોટલ નિ:શુલ્ક આપવામાં આવશે
સુરત: જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત વચ્ચે શહેરના સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સ્પેર પાર્ટના વેપારી અનિલ શર્મા દ્વારા ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અનિલ શર્મા ઓક્સિજનની અછતથી પીડાઇ રહેલા લોકો માટે ખાસ ઓક્સિજનની નાની બોટલનો ઓર્ડર આપી કંપનીમાંથી જાતે ખરીદ્યા છે. જેને તેઓ જરૂરિયાત મંદોને નિ:શુલ્ક આપી રહ્યા છે.
આ પણ વાંચો: લાયન્સ ક્લબે પોર્ટેબલ ઓક્સિજન મશીન બેન્કનું કર્યું લોન્ચિંગ
RTPCR તેમજ ઓળખકાર્ડ બતાવ્યા બાદ બોટલ આપવામાં આવશે
હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને જો અચાનક જ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો તેઓ અનિલ શર્માનો સંપર્ક કરી શકશે. તેઓએ જણાવ્યું હતું કે, માત્ર RTPCR અને તેમના ઓળખકાર્ડ બતાવ્યા બાદ તેમને આ ઓક્સિજનની નાની બોટલ આપવામાં આવશે. લોકોના સ્વાસ્થ્યને લઈ તેમને આ ઓક્સિજનની બોટલ નિ:શુલ્ક આપવામાં આવશે.
આ પણ વાંચો: નવસારીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
ઓક્સિજન બોટલની કિંમત માત્ર સાડા ચારસો જેટલી
અનિલ શર્માએ જણાવ્યું હતું કે, જે રીતે હાલ શહેરમાં ઓક્સિજનની અછત છે. તેને લઈને તેમને વિચાર આવ્યો કે, જે લોકોને ઓક્સિજનની તાત્કાલિક જરૂર હોય તો આવી પરિસ્થિતિમાં તેને ઓક્સિજન ન મળે તો તેમની મદદ કરવા માટે બોટલ આપવામાં આવશે. સામાન્ય બોટલની જેમ દેખાતા આ ઓક્સિજન બોટલની કિંમત માત્ર સાડા ચારસો જેટલી છે. એમણે વધુમાં જણાવ્યું કે, શહેરમાં જ્યાં સુધી લોકોને ઓક્સિજનની જરૂરિયાત રહેશે, ત્યાં સુધી તેઓ આ ઓક્સિજનની બોટલ મફતમાં આપશે.