ETV Bharat / city

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી સહિત 15 હોસ્પિટલોને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારાઈ - રાજકોટ શિવાનંદ અગ્નિકાંડ

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે પાંચ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ રાજકોટ મનપાનું ફાયરવિભાગ તાત્કાલિક એકશનમાં આવ્યું હતું અને શહેરની વિવિધ હોસ્પિટલમાં ફાયરસેફટીના સાધનો NOC અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં મામલે સરકારી હોસ્પિટલ સહિત શહેરની અલગ અલગ 15 ખાનગી હોસ્પિટલને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

Rajkot
Rajkot
author img

By

Published : Dec 3, 2020, 2:21 PM IST

  • રાજકોટ શિવાનંદ આગકાંડ બાદ તંત્ર એકશનમાં
  • સરકારી સહિત 15 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી
  • સરકારી સહિત 15 હોસ્પિટલોને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારાઈ

    રાજકોટઃ રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે પાંચ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ રાજકોટ મનપાનું ફાયરવિભાગ તાત્કાલિક એકશનમાં આવ્યું હતું અને શહેરની વિવિધ હોસ્પિટલમાં ફાયરસેફટીના સાધનો NOC અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં મામલે સરકારી હોસ્પિટલ સહિત શહેરની અલગ અલગ 15 ખાનગી હોસ્પિટલને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
    રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી સહિત 15 હોસ્પિટલોને ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકારાઈ

    શહેરની 300 જેટલી હોસ્પિટલમાં ચેકીંગ

    રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયા બાદ તાત્કાલિક મનપાના ફાયરવિભાગ દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલમાં NOC અને ફાયરસેફટીના સાધનો અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં 24 જેટલી કોવિડ હોસ્પિટલમાં તપાસ કરીને 21ને અલગ અલગ ફાયરસેફટી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ગઈકાલે સરકારી હોસ્પિટલ પદ્મકુંવર બા સહિત 15 જેટલી ખાનગી હોસ્પિટલનો ફાયરવિભાગ દ્વારા નોટિસ ફટકરાવા આવી છે. શહેરની નાની મોટી મળીને અંદાજીત 300 જેટલી હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

    હોસ્પિટલમાં ક્યાં પ્રકારની બેદરકારી આવી સામે

    ફાયર વિભાગને વિવિધ હોસ્પિટલમાં તપાસ દરમિયાન મુખ્યત્વે, હોસ્પિટલમાં આગ બુજાવાની પૂરતી સિસ્ટમ ન હોવાનું, આગ બુજાવાના સાધનોની પૂરતી ચકાસણી ન હોવી, ફાયર એલાર્મ સિસ્ટમનો અભાવ, ફાયર એક્ટિવિસ્ટિંગ રીફલિંગ સમયસર કરવામાં આવ્યા ન હોવાનું, હોસ્પિટલ સ્ટાફ આગ બુજાવાની કામગીરીથી અજાણ હોવાનું જેવી ગંભીર બેદરકારિયો સામે આવી હતી. જેને લઈને હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.