રાજકોટઃ મહાનગરપાલિકા લાઇબ્રેરી વિભાગ અને અમદાવાદની કર્મા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના 5 વર્ષના, 6 થી 10 વર્ષના અને 11 થી 15 વર્ષના બાળકોને 2000 બાળસાહિત્યને લગતા પુસ્તકો રાજકોટ મહાનગરપાલિકાના યુનિવર્સિટી રોડ, કીડની હોસ્પિટલની બાજુના સ્લમ વિસ્તાર, એ.જી. રોડ પ્રસિલપાર્ક સામેના સ્લમ વિસ્તાર , રૈયા ગામ , ઇન્દીરા નગર રૈયા ધાર સ્લમ વિસ્તાર, સ્લમ ક્વાર્ટર વિસ્તાર તથા અમરજીત નગર એરપોર્ટ રોડના સ્લમ વિસ્તારના બાળકોને કરવામાં આવ્યું હતું.
આ પુસ્તક વિતરણ સંસ્થાના નાયબ કમિશનર ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ મોબાઇલ લાઇબ્રેરીના માધ્યમથી આ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ હતું. આ દરમિયાન બાળકોમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.