- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બની હતી ઘટના
- TB વોર્ડમાં ફરજ બજાવતા તબીબ પર કરાયો હતો હુમલો
- હુમલાના વિરોધમાં તબીબી વિદ્યાર્થીઓ દ્વારા કરાયો વિરોધ
રાજકોટ : સિવિલ હોસ્પિટલ સંલગ્ન PDU કોલેજમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીઓ દ્વરા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેશભરમાં થતા ડોક્ટર પર હુમલાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. 2 દિવસ પહેલા રાજકોટ સિવિલ ના TB વોર્ડ માં ડોકટર હુમલો થયો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને હુમલાખોરોને કડકમાં કડક સજા કરવા માગ કરી હતી. દેશભરમાં ડોક્ટરો પર હુમલો થાય છે જેને લઇને પણ વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન બાદ તબીબોએ વડાપ્રધાનને આવેદનપત્ર પણ મોકલાવ્યું
આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના વારંવાર બનાવો બને છે ત્યારે મેડિકલ કોલેજ ખાતે કાળા કપડાં પહેરી વિરોધ કર્યો હતો. આજે મેડિકલ કોલેજના તબીબો બ્લેક માસ્ક અને શર્ટ પહેરીને કામ કરશે. તેમજ વિરોધ પ્રદર્શન બાદ તબીબો વડાપ્રધાનને આવેદનપત્ર પણ મોકલાવ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સાંસદ ધારાસભ્ય અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવશે. દર્દીઓને હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ ચાલુ રાખવામાં આવી હતી.