- લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મ.ન.પા. કચેરીમાં મેયર ડેશ-બોર્ડની રચના
- ડેશ-બોર્ડ અંતર્ગત બનાવેલી જે તે કમિટીના સભ્યો સમસ્યાઓનો ઉકેલ લાવશે
- પાલિકાની તમામ ઓનલાઈન કામગીરી ડેશ-બોર્ડમાં સમાવી લેવામાં આવશે
રાજકોટ: મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવે ગુજરાતમાં સૌપ્રથમ પ્રયોગ કર્યો છે. જેમા લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મ.ન.પા. કચેરીમાં મેયર ડેશ-બોર્ડની રચના આગામી દિવસોમાં કરવામાં આવશે. રાજકોટ મ.ન.પા.ની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેશ-બોર્ડ અંતર્ગત બનાવવામાં આવનારી જે તે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.
આ પણ વાંચો: રાજકોટ મનપાના ઇતિહાસનો સૌથી મોંઘો સોદો, 1.18 અબજમાં પ્લોટની હરાજી થઈ
કચેરીના ધક્કાઓથી મળશે છૂટકારો
રાજકોટવાસીઓને મ.ન.પા. કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ તેમની ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેશ-બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા માટે આ ડેશ-બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેશ-બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે.
આ પણ વાંચો: RMC કમિશનરે બાઇક રાઇડ દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતેની સંપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી નિહાળી
ગામોમાં પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે
મેયર ડેશ-બોર્ડમાં રાજકોટમાં નવા ભળેલા ગામોમાં લાઈટ, પાણી, ગટર, રસ્તા અને સફાઈ સહિતની પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂર પડે આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરા વસૂલાત, સર્ટિફિકેટ માટેની ઓનલાઈન સેવાઓનો પણ મેયર ડેશ-બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.