ETV Bharat / city

મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત - ગુજરાત કરણી સેનાના સમાચાર

કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપૂત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા મુખ્યપ્રધાન રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે.

gujarat
gujarat
author img

By

Published : Dec 27, 2020, 2:54 PM IST

Updated : Dec 27, 2020, 3:20 PM IST

  • મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા રજૂઆત
  • ગુજરાત રાજપૂત કરણી સેનાએ મુખ્યપ્રધાનને કરી અપીલ
  • 2 દિવસ પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ કરી હતી રજૂઆત

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપૂત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. ગુજરાત રાજપૂત કરણી સેનાએ નાના વેપારીઓને નુકસાન ન પહોંચે તે માટે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 કલાક સુધીનો રાખવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અપીલ કરી છે.

હાલના કર્ફ્યૂનો સમય નાના-મોટા વેપારીઓ અને કારખાનાદારોને અસર કરે છે

ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેએ જણાવ્યું હતું કે, હું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક અપીલ કરવા માગું છું કે, કોરોના મહામારીમાં સરકારે ખબૂ જ સારા પ્રયત્નો કર્યા છે. પરંતુ હાલમાં ચાર મહાનગરોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, તેમાં ફેરફાર કરીને રાત્રિના 9 વાગ્યાના બદલે 11થી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવે. સાંજનો સમય એવો છે કે, સાંજના 6થી 9 વાગ્યા સુધીમાં નાના-મોટા કારખાનેદારો, ખાણીપીણીવાળા અને પાનના ગલ્લાવાળાઓને અસર કરે છે.

રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે CMને કર્ફ્યૂની સમય મર્યાદામાં ફેરફાર કરવા રજૂઆત કરી હતીરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, 3 મહિનાના લોકડાઉનમાં વેપાર ઉદ્યોગ બંધ રહ્યા હતા. જેના કારણે વેપારમાં પારાવાર મુશ્કેલી પડી હતી. હજુ આ મંદીમાંથી બહાર નીકળ્યા નથી એવામાં રાત્રી કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે. જે પડ્યા પર પાટુ સમાન છે. અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ શિફ્ટમાં કામ ચાલતું હોય છે. તેઓને રાત્રે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. દુકાનદારો વેપારીઓ મોડે સુધી પોતાનો વેપાર કરી શકે અને આર્થિક ફટકામાંથી બહાર નીકળી શકે એ માટે રાત્રિ કફર્યૂ હટાવવો જોઈએ. જો એ શક્ય ન હોય તો કર્ફ્યૂનો સમય રાત્રિના 11થી સવારના 6 સુધી કરવો જોઈએ જેથી વેપારીઓને થતી હેરાનગતિમાં રાહત મળી શકે.

Last Updated : Dec 27, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.