રાજકોટઃ યુક્રેન અને રશિયા વચ્ચે ઘર્ષણ (Ukraine Russia War) થઈ રહ્યું છે. ત્યારે આ બંને દેશ વચ્ચેના યુદ્ધના કારણે ત્યાં રહેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓના પરિવારજનો (Gujarat students trapped in Ukraine) ચિંતામાં મૂકાયા છે. ત્યારે રાજકોટ પહોંચેલા શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani on Ukraine)જણાવ્યું હતું કે, અત્યારે યુક્રેનમાં ગુજરાતના અંદાજિત 3,000 જેટલા વિદ્યાર્થીઓ છે.
આ પણ વાંચો- Indian Student Return From Ukraine: યુક્રેનથી પાલનપુર પહોંચ્યોં વિદ્યાર્થી, જોવા મળ્યા લાગણીસભર દ્રશ્યો
આપણા દેશના નાગરિકો સુરક્ષિત રહે તે પ્રાથમિકતા
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે (Ukraine Russia War) વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે આ દેશોમાં અનેક વિદેશી નાગરિકો હવે યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયા છે, જેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ મામલે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani on Ukraine) જણાવ્યું હતું કે, હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાઈ (Ukraine Russia War) છે. તેને લઈને ભારત દેશ પણ ચિંતિત છે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન પણ આ મામલે વિદેશ પ્રધાનના સંપર્કમાં છે. ત્યારે હાલ આપણી પહેલી પ્રાથમિકતા આપના નાગરિકો ત્યાં સુરક્ષિત રહે (Gujarat students trapped in Ukraine) તેની છે.
યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેનની પરિસ્થિતિને (Ukraine Russia War) લઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર એમ બંને દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ (Gujarat Government Control Room) કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી (Central Government Advisory) જાહેર કરી છે. આ સાથે જ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં ફસાયેલા અથવા કોઈ પણ માહિતી આપવા ઈચ્છુક લોકોએ 07923251900 હેલ્પલાઈન નંબર પણ (Government Advisory Helpline Number for People Trapped in Ukraine) સંપર્ક કરી શકશે. તેમ જ ત્યાં ફસાયેલા લોકોએ પણ આપણા દૂતાવાસના સંપર્કમાં રહીને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.