- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા
- કોંગ્રેસના ઉમેદવારની હજૂ જાહેરાત થઈ નથી
- ભાજપના દાવેદારો હવે ઉમેદવાર બની ચૂક્યા
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. જેમાં ભાજપના દાવેદારો હવે ઉમેદવાર બની ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારની હજૂ જાહેરાત થઈ નથી. તાલુકા ભાજપ પ્રમુખ દિનકરભાઈ ગુંદરીયાએ શુક્રવાર બપોરે તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 18 બેઠકો જેમાં અમરનગરમાં કંચનબેન દેવાયતભાઈ મકવાણા, આરબ ટીંબડી પ્રકાશભાઈ દેવાભાઇ પારધી, બોરડી સમઢીયાળા, હરેશ રતીભાઈ ગોહેલ, ચાંપરાજપુર ભારતીબેન, રમેશ મુળીયા, ચારણીયા રવીન્દ્ર, બાબુભાઈ કુંભાણી, દેવકી ગાલોળ, ધારાગૌરી સુરેશભાઈ કયાડા, પીઠડીયા સોનલ ગોંડલીયા, જેતલસર ગામમાં બિરેન દિનેશભાઈ ભુવા, જેતલસર જંક્શન સુરેશભાઈ સોમાભાઈ ભાભોર, કેરાળી લખમણભાઈ નાથાભાઈ મોરી, મેવાસા રમણીકભાઈ ઘેલાભાઈ અંટાળા, મોટાગુંદાળા જીગ્નેશકુમાર રામજીભાઈ રાદડિયા,પાંચપીપળા નર્મદાબેન રામજીભાઈ ભેડા, પેઢલા ભાવનાબેન નવનીતભાઈ ખુંટ, થાણાગાલોળ મનીષાબેન પ્રવીણભાઈ પરમાર, ઉમરાળી ભાવનાબેન હરસુખભાઈ વિરડીયા, વાડાસડા નીતાબેન દિનકરરાય ગુંદારીયા, વીરપુર-1 હંસાબેન રાજેશભાઈ બારૈયા, વીરપુર-2 પૂનમબેન અંકુરભાઈ વઘાસીયાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા હતા.
મોટા ભાગના નવા ચહેરાઓને જ ટિકિટ આપવામાં આવી
જ્યારે ખીરસરા બેઠક પર ઉમેદવારનું કુકડું ગુંચવાયું હતું. જાહેર કરાયેલા ઉમેદવારોમાં મોટા ભાગના નવા ચહેરાઓને જ ટિકિટ આપવામાં આવી છે, પરંતુ પ્રદેશ પ્રમુખ પાટીલે હોદ્દેદારો કે તેમના સબંધીઓને ટિકિટ નહીં મળે તેવું જાહેર કર્યું હતું. તેમ છતાં તાલુકા ભાજપના પ્રમુખ દિનકરભાઈના પત્ની નીતાબેનને ટિકિટ આપવામાં આવી છે. તેવી જ રીતે રાજકોટ જિલ્લા પંચાયતની જેતપુર તાલુકામાં આવતી ચાર બેઠકોમાં પેઢલા ભાવનાબેન સુભાષભાઈ બાભરોલીયા, વીરપુર અશ્વિના બેન જે. ડોબરીયા, બોરડી સમઢીયાળા ભુપતભાઇ કડવાભાઈ સોલંકી, થાણાગાલોલ પ્રવીણભાઈ ગોગન ભાઈ ક્યાડામાં પ્રવીણભાઈ ગત ચૂંટણીમાં હારી ગયેલા હોવા છતાં તેમને રિપિટ કરવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવાર સવારે શુક્રવારે 12 ફેબ્રુઆરીના રોજ, ધોરાજી રોડ સ્થિત લેઉઆ પટેલ સમાજે ઉપસ્થિત થઈ ત્યાંથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળશે.