ETV Bharat / city

રાજકોટમાં હનીટ્રેપ કિસ્સો: ફ્રેન્ડશીપ કરવી છે, કહી રૂપિયા અઢી લાખની ખંડણીની કરી માગણી - Honeytrap crime

રાજકોટમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ફરી એક વખત હનીટ્રેપના કિસ્સામાં 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો, ઉર્વેશ રમેશભાઈ ગજેરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે.

રાજકોટમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે

author img

By

Published : May 1, 2021, 9:06 AM IST

  • રાજકોટમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે
  • રૂપિયા અઢી લાખની ખંડણીની કરી હતી માગણી
  • હનીટ્રેપના કિસ્સામાં 6 જેટલા આરોપીઓ સંડોવાયેલા

રાજકોટ: શહેરના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આજીડેમ પોલીસ દ્વારા ફરી એક વખત હનીટ્રેપના કિસ્સામાં 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના ટંકારાના નેકનામ ગામમાં રહેતા ખેતી કામ કરી ગુજરાન ચલાવતા નીતિનભાઈની ફરિયાદ પરથી રાજકોટ શહેરના ચુનારાવાડની જાનકી કુંભાર, ઉર્વેશ ગજેરા, જીલુબેન, ગીતાબેન ગોસ્વામી તથા એક કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સિદ્ધપુરમાં હનીટ્રેપને અંજામ આપનારી ટોળકી ઝડપાઈ

તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે એમ કહી મુલાકાત કરવા બોલાવતી હતી

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં DCP પ્રવીણ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, નીતિનભાઈ દેત્રોજા નામની વ્યક્તિએ આજીડેમ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, એક સ્ત્રી છેલ્લા દસેક દિવસથી વારંવાર ફોન કરીને અંગત કામ હોય અને તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે એમ કહી મુલાકાત કરવા બોલાવતી હતી. જેથી નીતિનભાઈ દેત્રોજા રાજકોટ આવ્યા હોય ત્યારે જાનકી તરીકે ઓળખ આપનારી સ્ત્રી હડાળા ગામના પાટિયા નજીક એક રૂમ ખાતે લઇ ગઇ હતી અને અન્ય આરોપીઓ આવી ગયા હતા. જે લોકોએ ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ કહ્યું કે, તમે આ બહેન સાથે ખરાબ કામ કરવા આવ્યા છો. જેથી તમને પોલીસ સ્ટેશને લઈ જવાના છે.

રૂપિયા અઢી લાખની ખંડણીની કરી હતી માગણી

આ પણ વાંચો: યુવકને હનીટ્રેપમાં ફસાવવા માંગતી યુવતીની કરાઇ ધરપકડ

આધાર કાર્ડ બળજબરીપૂર્વક પડાવી રૂપિયા અઢી લાખની ખંડણીની માગણી કરી હતી

ત્યારબાદ નીતિનભાઈ દેત્રોજાને ધમકાવી પોલીસ કેસમાં ફીટ કરી દેવા છે. તેમ કહી રાજકોટ-ભાવનગર હાઇ-વે પર આવેલા માંડાડુંગર પાસે લઈ ગયા હતા. ત્યાં અન્ય સ્ત્રી હાજર હોય એમ બધા ત્યાં મંદિરની બાજુમાં આવેલા રૂમમાં નીતિનભાઈ દેત્રોજા અને ગેરકાયદેસર રીતે ગોંધી તેમનો ફોન આધાર કાર્ડ બળજબરીપૂર્વક પડાવી રૂપિયા અઢી લાખની ખંડણીની માગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, જેવો તેવો રૂપિયા આજે જ નહીં આપે તો પોલીસ સ્ટેશનમાં જઇ તેમના વિરુદ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરી તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.

ઉર્વેશ રમેશભાઈ ગજેરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે

નીતિનભાઈ દેત્રોજા ડરાવી-ધમકાવી રૂપિયાની વ્યવસ્થા કરવા માટે મોકલેલા અને ત્યારબાદ તેઓ સીધા આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચી જતા PSI એમ. એમ. ઝાલા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી જઈ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો, ઉર્વેશ રમેશભાઈ ગજેરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે. જે ગુનામાં તેમજ દુષ્કર્મનો ગુનો દાખલ થઇ ચૂક્યો છે. જ્યારે કે ગીતાબેન ગોસ્વામી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. જ્યારે જીલુબેન વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.