ETV Bharat / city

ગોંડલના હોસ્પિટલ સંચાલકોની સરકારને ધમકી, સરકાર ઓક્સિજન નહીં આપે તો હોસ્પિટલ બંધ કરી દઈશું

રાજકોટના ગોંડલમાં હોસ્પિટલ્સમાં ઓક્સિજનની ખૂબ અછત સર્જાઈ છે ત્યારે દર્દીઓ માટે ઓક્સિજનના સિલિન્ડર પણ નથી મળી રહ્યા, જેના કારણે દર્દીઓની સાથે ડોક્ટરો પણ વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. ગોંડલના હોસ્પિટલ સંચાલકોએ તો સરકારી તંત્રને ચીમકી આપી છે કે, જો સાંજ સુધીમાં ઓક્સિજનની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હોસ્પિટલ બંધ કરી દઈશું.

author img

By

Published : Apr 23, 2021, 2:19 PM IST

ગોંડલના હોસ્પિટલ સંચાલકોની સરકારને ધમકી, સરકાર ઓક્સિજન નહીં આપે તો હોસ્પિટલ બંધ કરી દઈશું
ગોંડલના હોસ્પિટલ સંચાલકોની સરકારને ધમકી, સરકાર ઓક્સિજન નહીં આપે તો હોસ્પિટલ બંધ કરી દઈશું
  • ગોંડલની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઈ
  • દર્દીઓ માટે ઓક્સિજનના સિલિન્ડર નથી મળી રહ્યા
  • ગોંડલની 3 હોસ્પિટલ્સમાં ઓક્સિજનન પૂર્ણ થવાને આરે

રાજકોટઃ ગોંડલની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ત્યારે 3 હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હોસ્પિટલ્સ બંધ કરી દેવામાં આવશે. હોસ્પિટલ્સના સંચાલકોએ સરકારી તંત્રને ઓક્સિજનની વ્યવસ્થા નહીં થાય તો હોસ્પિટલ્સ બંધ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ નડીયાદમાં હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજની ઘટનામાં લીકેજ નહી હોવાની સ્પષ્ટતા

ઓક્સિજનના અભાવે ગોંડલની પરિસ્થિતિ વિકટ બની

જિલ્લામાં દરેક જગ્યાએ મેડિકલ ઓક્સિજન માટે લોકો વલખાં મારી રહ્યાં છે અને પોતાના સ્વજનને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ આવી જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગોંડલમાં દર્દીઓ માટે ઓક્સિજનના સિલિન્ડર નથી મળી રહ્યા, જેના કારણે લોકોમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગોંડલની હોસ્પિટલ્સમાં તંત્ર દ્વારા ઓક્સિજન પૂરો ન પાડી શકતા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે શુક્રવારે સાંજ સુધીમાં સરકારી તંત્ર દ્વારા ઓક્સિજનનો પૂરવઠો નહીં આપે તો ગોંડલની શ્રીરામ હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી અને શ્રીજી હોસ્પિટલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ચીખલી, ગણદેવીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછત, પ્રાંત અધિકારીને આપ્યુ આવેદનપત્ર

ઓક્સિજન વગર દર્દીના મૃત્યુ થવાની સંભાવના વ્યક્ત કરતા ડોક્ટર

ક્રિષ્ના હોસ્પિટલના ડો. ભરત શિંગાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછત 25 માર્ચથી જોવા મળી રહી છે. બે દિવસોમાં કેસ એટલા બધા વધ્યા છે કે, ક્યાંય બેડ ખાલી નથી. ક્રિષ્ના હોસ્પિટલમાં હાલ કોરોનાના 65 દર્દી દાખલ છે. તેમાંથી 20 દર્દી ખૂબ જ ગંભીર છે. 7 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા બે દિવસથી ઓક્સિજન મળતો નથી. ગુરુવારે રાત સુધીમાં ગમે ત્યાંથી બાટલાની વ્યવસ્થા કરી છે. જો અડધી કલાકમાં ઓક્સિજનની વ્યવસ્થા ન થાય તો 8થી 10 દર્દીના મોત થાય તેવી પરિસ્થિતિ છે. બધા પ્રયત્નો કરી ચૂક્યા છીએ.

ઓક્સિજન સમયસર નહીં મળે તો દર્દીનું મૃત્યુ થશે
શ્રીજી હોસ્પિટલના ડોક્ટર સુખવાલાએ જણાવ્યું હતું કે, બપોરે 1થી 2 વાગ્યા સુધી ચાલે તેટલો જ ઓક્સિજન જથ્થો ઉપલબ્ધ છે. દિવસે અમે દર્દીની સારવાર માટે જાગીએ છીએ અને રાત્રે ઓક્સિજન સિલિન્ડર માટે ઉજાગર કરીએ છીએ. ઓક્સિજન સપ્લાય સમયસર નહીં થાય તો દર્દીઓ ઓક્સિજનના કારણે મૃત્યુ પામશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.