- રાજકોટ શહેર NSUI દ્વારા આવેદનપત્ર
- 3 મુદ્દાઓને આવરી લેવાયા
- ઓનલાઇન તેમજ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા બાબતે પણ રજૂઆત
રાજકોટઃ શહેર NSUI દ્વારા આજે મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિને આવેદન આપવામાં આવ્યું છે. NSUI દ્વારા ઉપકુલપતિને કુલ 3 મુદ્દાઓ પર આધારિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે મુદ્દાઓમાં કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી વેક્સિન આપવાની માગ કરવામાં આવી છે, તો સાથે જ કોરોનામાં ગુમાયેલા કમાવનાર વ્યક્તિના પુત્ર તેમજ પુત્રીની આગામી વર્ષમાં ફી માફી કરવાની માગ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઓનલાઇન તેમજ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશની ઘટનાના વિરોધમાં રાજકોટ NSUIએ સીએમ યોગી અદિત્યનાથના પૂતળાનું કર્યું દહન
PGના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ઓનલાઇન, ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ
NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી 3 મુદ્દાઓ પર આધારિત આપવામાં આવ્યું છે, ત્યારે UGના અંતિમ વર્ષ અને PGના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ઓનલાઇન, ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા બાબતે રજૂઆત કરાઈ છે.