- રાજ્યમાં સ્કૂલ સેફ્ટી અન્વયે ફાયર સેફટી મેળવવી જરૂરી
- ઓકટોબર સુધીમાં રાજકોટની 350 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી
- 400 જેટલી શાળાઓએ ફાયર NOC બાબતે અરજી કરી
રાજકોટ: રાજ્યમાં સ્કૂલ સેફ્ટી અન્વયે ફાયર સેફટી મેળવવી જરૂરી છે. ત્યારે ઓકટોબર સુધીમાં રાજકોટની 350 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી હતી. હાલમાં વધુ 296 જેટલી શાળાઓએ ફાયર NOC મેળવી છે તેમજ 400 જેટલી શાળાઓએ ફાયર NOC બાબતે અરજી કરી છે. જ્યારે 300થી વધુ શાળાઓએ ફાયર NOC બાબતે કોઈ અરજી કરી નથી. ત્યારે બાળકોના હિતમાં આવી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.
આ પણ વાંચો: અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ
નોટિસ મામલે શાળાઓ પ્રત્યુતર નહીં આપે તો દંડાત્મક કાર્યવાહી
હોસ્પિટલ બાદ હાઇકોર્ટે ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતી શાળાઓ મુદ્દે પણ આકરું વલણ દાખવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મોકલવામાં આવેલી નોટિસ મામલે આગામી 15 દિવસમાં જો કોઈ શાળા પ્રત્યુતર તેમજ સંતોષકારક જવાબ નહીં આપે તો તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેટલીક શાળાઓ સરકારના કાયદાને ઘોળીને પી રહી છે.