જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ 2022ની ઉજવણી થઈ (World Lion Day 2022) રહી છે. તો આજના દિવસે સિંહ અને ગીર સાથે જોડાયેલી સારી અને નરસી બાબતો ઉજાગર થતી હોય છે. સિંહ પ્રત્યે ગીર આજે પણ સંવેદનાની સાથે લાગણીના સબંધોથી જોડાયેલું છે. તેવામાં ગીરના સિંહ તરફની નરસી વાતોનો સંગ્રહ પણ જૂનાગઢમાં પુસ્તકરૂપે સચવાયેલો (Photographs of lion hunting are preserved in the library) જોવા મળે છે.
આજે પણ સચવાયેલો છે ઈતિહાસ - સમગ્ર એશિયામાં હવે એક માત્ર ગીરના વિસ્તારમાં સિંહનું અસ્તિત્વ જોવા મળે છે, જેને સાચવવાનું ગર્વભેર માન ગીર (History of the Lion of Gir) લઈ રહ્યું છે. છેલ્લા અનેક દસકાઓમાં સિંહ અનેક વિપત્તિ-આપત્તિ અને મુશ્કેલીના સમયમાંથી પસાર થયા છે. સિંહ સાથે જોડાયેલી અનેક સારી અને નરસી બાબતો આજે પણ જોવા મળે છે. ત્યારે વર્ષ 1941માં જૂનાગઢ રાજ્ય દ્વારા છાપવામાં આવેલા પુસ્તકમાં સિંહોને લગતી નરસી બાબતો ફોટોગ્રાફ્સના રૂપમાં આજે પણ સંગ્રહાયેલી જોવા મળે છે, જે લોકોમાં ઉત્સુકતા જગાવે છે.
સિંહના શિકારની વરવી હકીકતો પુસ્તકમાં સંગ્રહાયેલી - જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કૉલેજની લાયબ્રેરીમાં (Junagadh Government Bahauddin College Library) 18 જાન્યુઆરી 1941ના દિવસે રાજ્ય પ્રેસ જૂનાગઢ (State Press Junagadh) દ્વારા એક પુસ્તક છાપવામાં આવ્યું હતું, જે આજે 80 વર્ષે પણ અડીખમ (Photographs of lion hunting are preserved in the library) જોવા મળે છે.
આ પણ વાંચો-પ્રાણી સંગ્રહાલયમાં હવે સિંહ અને વાઘના બચ્ચાઓ માટે કરાશે નવી સુવિધા
અંગ્રેજો સિંહના શિકારને માનતા ગર્વની વાત - આ પુસ્તકમાં ભારતના વોઈસરોયના પ્રવાસને લઈને કેટલાક ફોટોગ્રાફ્સ અને જૂનાગઢની કેટલીક વિગતો માત્ર (Photographs of lion hunting are preserved in the library) તસવીરોના રૂપમાં છાપવામાં આવી છે. આમાં વર્ષ 1941 અને તેની પૂર્વે સિંહોના થઈ રહેલા શિકારને જેતે સમયના રાજા, રજવાડાં અને વોઈસરોય ગર્વની ઘટના માનતા હતા.
સિંહના શિકારની ક્રુરતા જોવા મળે છે આ પુસ્તકમાં - આવા તમામ ફોટોગ્રાફ્સ આ પુસ્તકમાં (Photographs of lion hunting are preserved in the library) સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ફોટોગ્રાફ્સની નીચે કોઈ પણ પ્રકારની વિગતો આપવામાં આવી નથી, જેથી ફોટોગ્રાફ્સમાં દેખાતી વ્યક્તિ કોણ છે તેના વિશે આજે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ 80 વર્ષ પહેલાં છપાયેલું આ પુસ્તક આજે વિશ્વ સિંહ દિવસ 2022 (World Lion Day 2022) નિમિત્તે ખૂબ જ મહત્વનું મનાય છે. સિંહના શિકાર જેવી ક્રૂરતાપૂર્વકની અને નબળી બાજુ આ પુસ્તક દર્શાવે છે, પરંતુ તેમાંથી શીખ લઈને લોકો સિંહ સંવર્ધન અંગે વધુ જાગૃત બને તેવું આ પુસ્તક ઉપયોગી પણ બની શકે છે.