ETV Bharat / city

આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતી, નરસિંહ મહેતાનો ચોરો આજે પણ દર્શનાર્થીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર - નરસિંહ મહેતા જૂનાગઢ

આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતી (tap prayan jayanti) ઉજવવામાં આવી રહી છે. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરીને ભગવાન કૃષ્ણને સ્વયં દર્શન આપવા માટે મજબૂર કર્યા હતા. જૂનાગઢ અને નરસિંહ મહેતાનો જાણે કે જન્મોજન્મનો સંબંધ હોય તેમ આજે પણ નરસિંહ મહેતાનો ચોરો તેમની યાદ અપાવી રહ્યો છે.

આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતી
આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતી
author img

By

Published : Apr 8, 2022, 6:02 AM IST

જૂનાગઢ: આજે ચૈત્ર સુદ સાતમ એટલે કે આદ્ય કવિ ભક્ત નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતી (tap prayan jayanti) ઉજવવામાં આવી રહી છે. જૂનાગઢમાં આવેલો નરસિંહ મહેતાનો ચોરો (narsinh mehta choro junagadh) આજે પણ મહેતાજીની કૃષ્ણભક્તિ (narsinh mehta devotion to krishna bhagwan)ની અનોખી અને અનેરી યાદ અપાવી રહ્યો છે. ભાભી હરગૌરીએ મહેતાજીને કડવા વચન બોલતા આજના દિવસે નરસિંહ મહેતાજી ઘર છોડીને પ્રભુ ભક્તિમાં લીન થવા તળાજાથી જૂનાગઢમાં આવી ગયા હતા. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરીને અહીં ભગવાન કૃષ્ણને સ્વયં દર્શન આપવા માટે મજબૂર કર્યા હતા, ત્યારથી ચૈત્ર સુદ સાતમના દિવસે નરસિહ મહેતાની તપ પ્રયાણ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

ચૈત્ર સુદ સાતમના દિવસે નરસિહ મહેતાની તપ પ્રયાણ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

ભગવાન કૃષ્ણએ આ ભૂમિ પર આવવા માટે મજબૂર બનવું પડ્યું- જૂનાગઢ અને નરસિંહ મહેતાનો જાણે કે જન્મોજન્મનો સંબંધ હોય તે રીતે આજે પણ નરસિંહ મહેતાનો ચોરો તેમની યાદ અપાવી રહ્યો છે. વર્ષો પહેલા નરસિંહ મહેતા તળાજાથી નીકળીને કૃષ્ણભક્તિમાં લીન બની જૂનાગઢની પાવન ભૂમિ (narsinh mehta junagadh) પર આવી પહોંચ્યા હતા અને અહીં કૃષ્ણ ભક્તિમાં એટલા લીન થયા કે ભગવાન કૃષ્ણએ આ ભૂમિ પર આવવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ભાભી હરગોરીએ મારેલા મેણાના ઘા મહેતાજીને એટલે અંદર સુધી અસર કરી ગયા કે, મહેતાજીએ સમગ્ર પરિવારને છોડીને જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું હતું.

આ પણ વાંચો: Narasinh Mehta Harmala Jayanti: ભક્ત કવિ નરસિંહ મહેતાની 566મી હારમાળા જયંતિનું કરાયું આયોજન

ભોળાનાથ કૃષ્ણ રાસલીલા જોવા માટે સ્વર્ગલોકમાં લઈ ગયા- સ્વભાવે શાંત અને નક્કી ભક્ત નરસિંહ મહેતા ભોળાનાથની ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે જૂનાગઢમાં ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને નરસિંહ મહેતાને વચન માંગવા માટે પણ આદેશ કર્યો હતો. મહેતાજીએ દેવાધિદેવ મહાદેવ પાસેથી ભગવાનને પ્રિય વસ્તુ વરદાન રૂપે માંગી હતી, જેથી ભગવાન ભોળાનાથ (Lord Shiva Junagadh) તેમને કૃષ્ણ રાસલીલા જોવા માટે સ્વર્ગલોકમાં લઈ ગયા હતા. કૃષ્ણ રાસલીલા જોઈને પૃથ્વી પર આવી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં એટલાં લીન થઈ ગયા કે, તેઓ ક્યારે કૃષ્ણના આલિંગનમાં સરી જતા તેનું પણ ધ્યાન રહેતું નહોતું.

આ પણ વાંચો: જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશનું ખાતમુહૂર્ત અનેક વાર PM મોદીના હસ્તે થયું, પરંતુ કામ હજુ બાકી

નરસિંહ મહેતાનો ચોરો આજે પણ આસ્થાનું કેન્દ્ર- આજે તેમની તપ પ્રયાણ જયંતીના પાવન પ્રસંગે નરસિંહ મહેતા ફરી એક વખત જૂનાગઢને જીવંત કરી રહ્યા છે. મહેતાજીની ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ પણ જૂનાગઢની ધરતી પર નરસિંહ મહેતાના પાવન પ્રસંગમાં હાજર રહેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. જે સ્થળ પર નરસિંહ મહેતા ભગવાન ભોળાનાથ અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા તે સ્થળે નરસિંહ મહેતાનો ચોરો આજે પણ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. આ એ જ સ્થળ છે કે, જ્યાં નરસિંહ મહેતાના સમયમાં રાસલીલા થતી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.