ETV Bharat / city

સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી - Junagadh Forest Department

જૂનાગઢ વન વિભાગે સિંહ અને ગીધ બાદ બુધવારે દિપડાને પણ રેડિયો કોલરથી સુરક્ષિત કર્યા છે. પ્રથમ તબક્કામાં 25 જેટલા સિંહોને રેડિયો કોલરથી સુરક્ષિત કર્યા બાદ બુધવારે એક દીપડાને રેડિયો કોલર પહેરાવીને તેના વિસ્તાર પ્રદેશમાં મુક્ત કર્યો છે. વન વિભાગની દીપડાની પ્રત્યેક ગતિવિધિ તેમજ તેની દિનચર્યા પર વિશેષ નજર રાખવા માટે રેડિયો કોલર વધુ ઉપયોગી પુરવાર થશે. રેડિયો કોલર ફી એકત્ર થયેલા ડેટાને લઈને દીપડાના સંશોધન અને તેની દિનચર્યાથી લઈને અભ્યાસ માટે આગામી સમયમાં વધુ ઉપયોગી સાબિત થશે.

દીપડાને પહેરાવ્યું રેડિયો કોલર
દીપડાને પહેરાવ્યું રેડિયો કોલર
author img

By

Published : Feb 24, 2021, 8:39 AM IST

  • સાસણ વન વિભાગે દીપડાને પહેરાવ્યું રેડિયો કોલર
  • દીપડાને રેડિયો કોલર થી સુરક્ષિત કરીને જંગલ વિસ્તારમાં કર્યો મુક્ત
  • રેડિયો કોલરની મદદથી ડેટા એકત્ર કરવાની વન વિભાગને થશે સુગમતા

જૂનાગઢ: સાસણ વન વિભાગે બુધવારે દીપડાને રેડિયો કોલરથી સુરક્ષિત કર્યો હતો. પ્રથમ તબક્કામાં 25 જેટલા સિંહોને રેડિયો કોલરથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જેના ખૂબ જ સારા પરિણામો વન વિભાગને પ્રાપ્ત થતાં હવે ગીર અને તેની આસપાસમાં આવેલા વિસ્તારોમાં દીપડાને પણ રેડિયો કોલરથી સુરક્ષિત કરીને તેની ગતિવિધિ અને દિનચર્યા પર વન વિભાગની નજર ચોક્કસ જળવાઈ રહે તે હેતુથી બુધવારે એક દીપડાને રેડિયો કોલરથી સુરક્ષિત કરીને તેને તેના નૈસર્ગિક જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો છે.

સિંહ અને ગીધ બાદ દીપડાને પણ રેડિયો કોલરથી સુરક્ષિત કરાયો

પ્રથમ તબક્કામાં 25 જેટલા સિંહોને રેડિયો કોલરથી સુરક્ષિત કરાયા હતા. ત્યારબાદ સંકટગ્રસ્ત ગીધની પ્રજાતિને બચાવવા અને તેની દિનચર્યા તેમજ તેના વિસ્તારની ચોક્કસ માહિતી મેળવવા માટે વન વિભાગે 6 જેટલા ગીધોને રેડિયો કોલરથી સુરક્ષિત કર્યા છે. ત્યારે બુધવારે એક દીપડાને રેડિયો કોલરથી સુરક્ષિત કરીને તેની દિનચર્યા અને તેના વિસ્તાર તેમજ તેની હલન-ચલનને લઈને વન વિભાગને ડેટા એકત્ર કરવા માટે રેડિયો કોલર ખૂબ ઉપયોગી બનશે. આગામી દિવસોમાં આ રેડિયો કોલર મારફતે વન વિભાગને દીપડાની હલન-ચલન અને તેની ગતિવિધિઓના ડેટા ઉપલબ્ધ બનશે. જે દીપડાના સંશોધન અને તેની પ્રજાતિ વિશે ચોક્કસ માહિતી એકત્ર કરવા માટે ખુબ જ ઉપયોગી બનશે.

દીપડાને પહેરાવ્યું રેડિયો કોલર

રેડિયો કોલરથી મળે છે તાકીદે જાણકારી

પ્રથમ તબક્કામાં સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગીર પૂર્વનો એક સિંહ સુરેન્દ્રનગરના ચોટીલા સુધી પહોંચી ગયો હતો. આ સિંહ ગીર પૂર્વની જંગલ વિસ્તારમાંથી નીકળીને ચોટીલા સુધી પહોંચવાની તેની સમગ્ર સફરની માહિતી રેડિયો કોલરથી વન વિભાગને મળતી હતી. તેના થકી આ સિંહનું ટ્રેકીંગ કરીને તેને ફરી પાછો સુરક્ષિત રીતે સિંહની ઇચ્છા અનુસાર ગીર પૂર્વમાં લાવવા માટે વન વિભાગને સફળતા મળી હતી. ત્યારે થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લામાં પણ ગીરના સિંહો જોવા મળ્યા હતા. તેનું લોકેશન પણ રેડિયો કોલરથી વન વિભાગને મળ્યું હતું.

રેડિયો કોલરથી દીપડાની હલન-ચલન અને કોઈપણ પ્રકારના હુમલાના બનાવોની માહિતી મેળવી શકાશે

ત્યારે હવે દીપડાને પણ રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે .જેનાથી દીપડાની હલન-ચલન અને કોઈપણ પ્રકારના હુમલાના બનાવોની માહિતી વન વિભાગને રેડિયો કોલરથી મળશે. જેનાથી દીપડાની ગતિવિધિ પર પણ વન વિભાગની નજર રહેશે અને માનવ તેમજ દિપડાઓ વચ્ચેના ઘર્ષણ અટકાવવામાં રેડિયો કોલર ખૂબ જ મહત્વના સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.