- કોવિડ કેર સેન્ટર સામે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી અડચણ
- પોલીસે અડચણોને દૂર કરીને કોવિડ કેર સેન્ટરનો માર્ગ ખુલ્લો કરાવ્યો
- અસામાજિક તત્વોને પોલીસની ચેતવણી
જૂનાગઢઃ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા પરબત પટેલ સમાજની જગ્યામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક અસામાજિક તત્ત્વોએ કોવિડ કેર સેન્ટરમાં જવા માટેના માર્ગ પર ભંગાર વાહનોનો બિનઉપયોગી ચીજ વસ્તુઓ અને કેટલાક પથ્થરો રાખીને કેર સેન્ટરમાં આવવા અને જવા માટે અડચણ ઊભી થાય તેવું દબાણ કરવામાં આવ્યું હતું. તેની જાણ કેર સેન્ટરના સંચાલકોને થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે સમગ્ર મામલામાં દબાણો ભંગાર વાહનો અને પથ્થરોને દૂર કરીને કેર સેન્ટર સુધી જવાનો માર્ગ ખુલ્લો કર્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે કરફ્યૂની અમલવારીને લઈને લોકો અને વેપારીઓને કર્યા સજાગ
દબાણો દૂર કરવા પોલીસને કરવી પડી દરમિયાનગીરી
પરબત પટેલ સમાજમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આવવા અને જવા માટે એક માત્ર માર્ગ આવેલો છે. અહીં કેટલાક અસામાજીક તત્વોએ કોવિડ કેર સેન્ટરમાં એમ્બ્યુલન્સ સહિત તમામ પ્રકારના વાહનોને અવર જવરમાં મુશ્કેલી પડે તે રીતે ભંગાર વાહનો અને પથ્થરો મુકીને આડશ ઉભી કરી હતી. જેને જૂનાગઢ વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાની ટીમે આ કારણો દૂર કરી હતી અને આસપાસના રહેતા લોકો તેમજ અસામાજીક તત્વોને કડક ભાષામાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં જે લોકોને હેરાન કરવા માટેની વૃત્તિ રાખી રહ્યા છે, તેવા અસામાજીક તત્વો સમજી જાય અથવા આવનારા દિવસોમાં આવા પ્રત્યેક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ કડક અને કાયદાકીય પગલાં ભરશે તેવી ચેતવણી આપીને દબાણ દૂર કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે આજે માસ્ક ડ્રાઇવનું કર્યું આયોજન, માસ્ક વગર ફરતા લોકોને વિનામૂલ્યે આપ્યા માસ્ક